પાટણ તા. 28
પાટણ શહેરમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજ પછી પાટણ ખાતે શ્રી મોઢ મોદી જ્ઞાતિ સમાજની ત્રણ દિકરીઓએ પોતાના પિતાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સમાજની 200 દીકરીઓને સર્વાઇકલ કેન્સર વિરોધી રસી આપવાનું આયોજન રવિવારે કરાયું હતું.
પાટણ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં આયોજિત કરવામાં આવેલ અંદાજે રૂ.5 લાખથી વધુના ખર્ચ સાથે 200 જેટલી બહેનોનું રજીસ્ટ્રેશન કરાવી ત્રણ દિકરીઓ દ્વારા પિતાની પ્રથમ પૂણ્યતિથિએ માતાના આશીર્વાદ અને સમાજના સહયોગથી કરવામાં આવેલ સમાજની અનોખી સેવાને સમાજના સૌએ સરાહનીય લેખાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી