fbpx

પાટણ જિલ્લાની આશા વકૅર – આશા ફેસીલીટર બહેનો એ પગાર વધારાની રકમ ચુકવવા સુત્રોચ્ચાર કરી આવેદન પત્ર આપ્યું..

Date:

પાટણ તા. ૩
ગુજરાત રાજય સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા તા.1/10/22 ના રોજ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટર બહેનો માટે જાહેર કરેલ પગાર ધારા મુજબ પાટણ જિલ્લાના તમામ આશા વર્કર તેમજ આશા ફેસીલીટર બહેનો ને બાકી પડતો 5 મહિના નો રૂ. 2500 પગાર વધારો તેમજ 12 મહિના પછી પડતો 50% નો વધારો તાત્કાલિક ચૂકવવાની માગ સાથે સોમવારે મહિલા શકિત સેના ના નેજા હેઠળ પાટણ આશા વકૅર અને આશા ફેસીલીટર બહેનો એ જિલ્લા કલેકટર કચેરી ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

આવેદનપત્ર મા કરાયેલ રજુઆત મા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ માં પાયાનું કામ કરનાર પાટણ જિલ્લાના આશાવર્કર બહેનોના સમાન કામ સમાન વેતન અંતગતૅ રૂપિયા 2500 નો વધારો તેમજ આશા ફેસીલીટેટર બહેનોને રૂ. 2000 રૂપિયાનો પગાર વધારો જાહેર કરવામાં આપેલ હતો.

આ વધારો 1/1/24 થી આજ દિન સુધી નો ચુકવવાનો બાકી હોઈ જે અનુસંધાને મહિલા શક્તિ સેના ના નેજાં લેખિત માં આવદન પત્ર આપી ને ભારે આક્રોશ સાથે જણાવીએ છીએ કે એક બાજુ મોધવારી કૂદકે ને ભૂસકે વધી કહી છે ત્યારે ઘર નું ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છીએ ત્યારે આવા સંજો ગો માં પાટણ જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગ દ્વારા આ જિલ્લાની તમામ આશા વકૅર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો ને પગાર વધારો ચુકવવા બાબતે રાખવામાં આવેલી ઉદાસીનતા શા માટે તેમ જણાવી જો 10 દિવસમાં ઉપરોકત પગાર વધારો ચૂકવવામાં નહીં આવે

તો, પાટણ જિલ્લામાં આરોગ્ય વિભાગ નું પાયાનું કામ કરનાર તમામ આશા વકૅર બહેનો તેમજ આશા ફેલોપીટેટર બહેનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જેથી સત્વરે પાટણ જિલ્લાના આરોગ્ય વિભાગ માં પાયાનું કામ કરનાર તમામ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલિટર બહેનો ને તારીખ 1/ 1/ 2024 થી 31/05 /2024 સુધી નો બા મકી પડતો મળવા પાત્ર 2500 રૂપિયાનો પગાર વધારો તથા આશા ફેસી લીટર બહેનો ને 1/1/2024 થી 31/5/24 સુધી નો 2000 લેખે પગાર વધારો ચૂકવવા આવેદનપત્ર મા અપીલ  કરવામાં આવી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

તા. 15 મી ઓગસ્ટે પાટણ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ સમી ખાતે યોજાશે

ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણીની તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને...

પાટણ પોલીસ હેડકવોટસૅ ખાતે પોલીસ સ્ટાફ માટે બે દિવસીય આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પ નો પ્રારંભ..

પ્રથમ દિવસે 800 જેટલા પોલીસ અધિકારીઓ અને કમૅચારીઓએ પોતાનુ...

પાટણ લોકસભા બેઠકની મતદાન ની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન બની..

પાટણ લોકસભા બેઠકના વિવિધ બુથ ઉપર સાંજે છ કલાકે...