fbpx

પાટણ યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ ડો. કુલીનચંદ્ર યાજ્ઞિક નું 97 વષૅની જૈફ વયે અવસાન થતાં યુનિવર્સિટીમાં શોક છવાયો..

Date:

પાટણ તા. 27
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
ના સ્થાપક કુલપતિ અને ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં તા.1 સપ્ટેમ્બર 1926ના રોજ જન્મેલા અને નડિયાદને પોતાની કર્મભૂમિ બનાવી સમગ્ર રાજ્યમાં શિક્ષણ, સાહિત્ય ક્ષેત્રે નામના મેળવેલા કુલીનચંદ્ર પોપટલાલ યાજ્ઞિકનું 97 વર્ષની જૈફવયે શનિવારે અવસાન થતા સમગ્ર નડિયાદ શોકમગ્ન બન્યું હતું તો પાટણની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટી પરિવારમાં પણ શોકની કાલિમા છવાઈ જવા પામી હતી.

સ્વ. ની અંતિમયાત્રા માં નડિયાદવાસીઓની સાથે સાથે લેખકો, સમાજ જીવીઓ અને તેમના વિશાળ ચાહક વગૅ એ જોડાઈ શ્રધ્ધા સુમન સાથે સ્વ.ના આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. કુલીનચંદ્ર પોપટલાલ યાજ્ઞિક મુંબાઈની વિલ્સન કોલેજમાંથી એમ.એ. અને ગવર્ન્મેન્ટ લો કૉલેજમાંથી એલ. એલ. બી. પાસ કરી 1951માં સૌરાષ્ટ્ર સરકારમાં માહિતી મદદનીશ અને પછી મામલતદાર તરીકે જોડાયા હતા. ઉત્તરોત્તર બઢતી મેળવી 1964ની સીનિયોરિટીથી IAS માં નિમાયા તેઓએ ભરૂચ, ડાંગ અને વડોદરા જિલ્લાના કલેક્ટર, એડિશનલ ઇસ્ટ્રીઝ કમિશનર તેમજ રાજ્યપાલના સચિવ અને મુખ્યમંત્રીના સચિવ તરીકે સેવા આપી. ગુજરાત સરકારના બંદરો અને મત્સોદ્યોગ વિભાગના સચિવ રહ્યા.

છેલ્લે શિક્ષણ સચિવ તરીકે 1985માં નિવૃત્ત થયા.ત્યારબાદ 1986 થી 1992 સુધી નવી સ્થપાયેલી પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ પદે રહી ઉતર ગુજરાત મા યુનિવર્સિટીને નામના અપાવી હતી.

સ્વ. કુલીનચંદ્ર પોપટલાલ યાજ્ઞિક ના શનિવારે સવારે અવસાન ના સમાચાર પ્રાપ્ત થતાં પાટણ યુનિવર્સિટી ના કુલપતિ પ્રો.ડો.કિશોરભાઈ પોરીયા, રજીસ્ટાર ડો. રોહિતભાઇ દેસાઈ સહિત યુનિવર્સિટી પરિવારમાં શોકની કાલિમા છવાઈ જવા પામી હતી અને સ્વ. ના આત્માની શાંતિ માટે કુલપતિ, રજીસ્ટાર સહિતના યુનિવર્સિટી સ્ટાફ પરિવારે બે મિનિટ નું મૌન પાળી સદગતના આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરી યુનિવર્સિટી ના સ્થાપક કુલપતિ ના કા કાર્યો ને વાગોળી શ્રદ્ધા સુમન સમર્પિત કર્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના લાલેશ્વર પાકૅ નજીક પાલિકા નું હેવી જેટીગ મશીન ફસાતા જેસીબી ની મદદથી બહાર કઢાયું…

પાટણ તા. ૧૨પાટણ શહેરના મીરા દરવાજા વિસ્તારમાં લાલેશ્વર પાર્ક...

રાધનપુર ની ખારીયા નદીના પુલ ઉપર એસટી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માત માં 4 મોત 6 થી વધુ ધાયલ….

મૃતકોની લાશના પંચનામાં કરી પીએમ માટે રાધનપુર હોસ્પિટલમાં માં...

શ્રી પદ્મનાભ મંદિર અને શ્રી પદ્મનાભ મુક્તિધામ માં સખાવત આપનાર દાતાઓને સન્માનિત કરાયા..

પાટણ તા.૩પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી ના...