પાટણ તા. ૨૯
ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિ આગવી ઓળખ ધરાવે છે.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ભજવાતી ભવાઈનું સવિશેષ મહત્વ રહેલું હતું. સરકારને લોકો સમક્ષ કોઈ પણ વિષય મુકવા માટે ભવાઈ એ એક મહત્વનું માધ્યમ હતું.
જન જાગૃતિના કાર્યકમ હોય કે સરકાર ની કલ્યાણકારી યોજનાઓ હોય લોકો ના હૃદયસ્પર્શી માધ્યમ ભવાઈ હતું. પરંતુ આજના ટેકનોલોજીના યુગમાં ભવાઈનું મહત્વ ઘટ્યું છે. છતાં આજે પણ કેટલાક ભવાઇના કલાકારો એવા છે કે જે આ પરંપરાગત સંસ્કૃતિ અને સભ્યતાને જાળવી રાખી છે.જેમાં પાટણ પંથકમાં એક આગવું નામ મુગટભાઈ નાયક ભવાઈ કલાકારોમાં મુગટભાઈ નાયકનું આગવું નામ છે.
તેમના મંડળ દ્વારા સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ અને કુરિવાજો ની ભવાઈ ભજવવામાં આવે છે. ત્યારે ગુજરાત રાજ્ય નાટક સંગીત અકાદમી ના આર્થિક સહયોગથી પાટણ તાલુકા ના સબોસણ ગામે લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકડાયરા ના સંચાલક મુગટભાઈ નાયક અને તેમની ટીમ દ્વારા દેશભક્તિના ગીતો, શૌર્યગીતો, રાષ્ટ્રગીતો, દુહા-છંદ સાથે રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમ માં મફતલાલ નાયક, જેઠાભાઇ તૂરી, અરવિંદભાઈ બારોટ, ધવલકુમાર બારોટ, અશોકરાજ, નિકુંજ બારોટ સહિત 10 જેટલા કલાકારોએ પોતાની કલા પીરસી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી