વિસ્તાર મા રોગચાળો વકરે તે પૂર્વે પાલિકા તંત્ર દ્વારા વિસ્તારની સફાઈ કરી દવાના છંટકાવ સાથે ફોગીગ મશીન ફેરવવામાં આવ્યું…
પાટણ તા. ૨૭
પાટણ શહેરમાં દિવાળીના વેકેશન બાદ મચ્છરજન્ય જીવજંતુઓનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુ જેવા રોગ ચાળા એ દેખા દીધી છે
ત્યારે શહેરના હાઈવે વિસ્તારમાં આવેલ આરાસુરી સોસાયટીમાં ૩ કેશ ડેન્ગ્યુના નોધાતા સોસાયટી ના રહિશો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને વિસ્તારની સફાઈ સાથે ફોગીગ મશીન સાથે દવાનો છંટકાવ કરવામાં આવે
તેવી માગ ઉઠતાં સોમવારે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારની સુચનાથી પાલિકા ના એસ આઈ મુકેશ ભાઈ ની રાહબરી હેઠળ સફાઈ કમૅચારીઓની ટીમે સફાઈ અભિયાન હાથ ધરી વિસ્તારમાં દવા છંટકાવ ની સાથે ફોગીગ મશીન ફેરવી મચ્છર જન્ય જીવજંતુઓ ની મહામારી માથી વિસ્તાર ના લોકો ને રાહત અપાવતાં રહીશોએ પાલીકા ની કામગીરી ને સરાહનીય લેખાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી