fbpx

મુસ્લિમ સમાજ ના ગંજ શહીદ પીર કબ્રસ્તાનમાં બ્લોક પેવીગ ના કામનું ખાતમુહુર્ત કરતાં પાટણ ધારાસભ્ય..

Date:

ધારાસભ્ય દ્રારા રૂ. 3 લાખની ગ્રાન્ટ ફાળવતા મુસ્લિમ સમાજે ધારાસભ્ય નો આભાર પ્રગટ કર્યો…

પાટણ તા.9
પાટણ શહેર ની મધ્ય માં આવેલ મુસ્લિમ સમાજ ના ગંજ શહીદ પીર કબ્રસ્તાન માં ઝાડી ઝાંખરા અને ખાસ કરીને ચોમાસા માં ભરાતા પાણી ના કારણે પોતાના સ્વજનો ની દફનવિધિ માટે આવતા લોકો ને પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હતો જેને લઈ કબ્રસ્તાન માં બ્લોક પેવીંગ કરાવવા સારું પાટણ ધારાસભ્ય ને ધારાસભાની ગ્રાન્ટ ફાળવવા મુસ્લિમ સમાજ વતી પાટણ નગરપાલિકા ના વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર શમીમ બાનું સુમરા ના લેટર પેડ પર રજુઆત કરાતા ધારાસભ્ય ડો. કિરીટ પટેલે ત્રણ લાખ રૂપિયા ની ગ્રાન્ટ કબ્રસ્તાન માં બ્લોક પેવીંગ અંગે ફાળવી હતી.જે અનુસંધાને સોમવારે ગંજશહીદ પીર કબ્રસ્તાન માં બ્લોક પેવીંગનું ખાતમુહૂર્ત પાટણ ના ધારાસભ્ય ડો.કિરીટ ભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુસ્લિમ સમાજ તરફ થી ધારાસભ્ય નું સાલ ઓઢાડી હાર પહેરાવી સ્વાગત અને સન્માન સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ધારાસભ્ય ડો કિરીટ પટેલે આવનાર સમય માં મુસ્લિમ સમાજ ને સમાજોપયોગી કાર્યો માં જ્યા પણ જરૂર પડશે ત્યાં સહકાર આપવા ખાતરી આપી હતી.ઉલ્લેખનીય છે કે ભૂતકાળ માં ધારાસભ્ય ડો. કિરીટ પટેલે મૌલાના મહેબૂબ દરગાહ નો માર્ગ, સલવાતી ટ્રસ્ટ ને એમ્બ્યુલન્સ એમ વિવિધ ગ્રાન્ટ ફળવવામાં આવેલ છે.ખાતમુહૂર્ત ના આ કાર્યક્રમ માં ધારાસભ્ય ની સાથે પાટણ વિધાનસભા યુથ કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ ફૂલેશ દેસાઈ, ઉસ્માનભાઈ શેખ, યાસીન સુમરા, ભૂરાભાઈ સૈયદ, બાબાભાઈ સૈયદ, દિલાવરખા બલોચ, હસનખા બલોચ ,અકુભાઈ શેખ સહિત મુસ્લિમ સમાજ ના આગેવાનો, કાર્યકરો અને મુસ્લિમ સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ઉડાન વિદ્યાલય ની બાલવાટિકા દ્વારા કૌન બનેગા બીરબલ સ્પર્ધા યોજાઈ…

ઉડાન વિદ્યાલય ની બાલવાટિકા દ્વારા કૌન બનેગા બીરબલ સ્પર્ધા યોજાઈ… ~ #369News