પાટણ તા. 31
પાટણ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. 21 ના રોજ અને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 22 ના રોજ યોજવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું છે. તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 21 મી ઓગષ્ટના રોજ સંબંધકર્તા મામલતદાર કચેરી ખાતે યોજાશે. જેમાં ચાણસ્મા તાલુકાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર પાટણ ના અધ્યક્ષપણા હેઠળ તથા સમી તાલુકાનો સ્વાગત કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી ના અધ્યક્ષપણા હેઠળ યોજાશે.
જયારે મામલતદાર કચેરી હારીજ, શંખેશ્વર, પાટણ (શહેર), સરસ્વતી, રાઘનપુર, સાંતલપુર, સિદ્ધપુર ખાતે મામલતદાર ના અધ્યક્ષ સ્થાને સ્વાગત કાર્યક્રમ યોજાશે.જયારે મામલતદાર કચેરી પાટણ (ગ્રામ્ય) ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ સંબંધિત તાલુકાના લાયઝન અધિકારી ના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવશે. સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંગેના પ્રશ્નો બે નકલમાં અરજદારોએ સંબંધકર્તા મામલતદારને તા.09/08/2024 સુધીમાં મોકલી આપવાના રહેશે.આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજુ કરવાના રહેશે નહિ, તેમજ પ્રથમવાર અરજી કરતાં હોય તેવા પ્રશ્ન રજુ કરવા નહિ. આ માટે એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેની અરજી એમ લખવાનું રહેશે. અરજીમાં મોબાઈલ નંબર લખવો તથા અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે.
જયારે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કક્ષાએ કલેકટર કચેરી, પાટણ ખાતે તા. 22/ 08/ 2024 (ગુરુવાર) ના રોજ 11.00 કલાકે યોજાશે આ કાર્યક્રમ માટે જાહેર જનતા, જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પોતાના પ્રશ્ન / રજુઆત કરવા માંગતા હોય તેઓએ પોતાનો પ્રશ્ન કચેરીના કામકાજ સમય દરમ્યાન તા.09/08/24 સમય 16:00 કલાક સુધી કલેકટર કચેરી, પાટણ ખાતે મળે તે રીતે બે નકલ માં મોકલી આપવાના રહેશે અરજદારે જાતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપરોક્ત તારીખે અને સમયે હાજર રહેવાનું રહેશે.
આ કાર્યક્રમમાં પણ કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધ ન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમ માં અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજુ કરવાના રહેશે નહિ. તેમજ પ્રથમવાર અરજી કરતાં હોય તેવા પ્રશ્ન પણ રજુ કરવા નહિ તેમજ એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેની અરજી એમ લખવાનું રહેશે. અરજીમાં મોબાઈલ નંબર લખવો તથા અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે તેવુ પાટણ ના નિવાસી અધિક કલેક્ટરે જણાવ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી