fbpx

નાનાબાર કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા પાટણ મા રહેતાં સમાજની દિકરીઓને નિશુલ્ક સવૉઈકલ રસીના ડોઝ અપાશે..

Date:

પાટણ તા. ૧૪
નાનાબાર કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા પાટણમાં રહેતા સમાજના દરેક પરિવારોની ૯ વર્ષ થી ૧૪ વર્ષ ની દીકરીઓને ૨(બે) ડોઝ અને ૧૫ થી ૨૬ વર્ષ ની દીકરીઓને ૩(ત્રણ ) ડોઝ સર્વાઇકલ કેન્સર ની રસી નિઃશુલ્ક આપવાના આયોજન માટેની મીટીંગ શુક્રવારે સિધ્ધરાજ કો. ઓપરેટિવ ક્રેડીટ સોસા. લી.ખાતે મળી હતી.

મિટિંગ મા પાટીદાર યુવા સંગઠન ના પ્રમુખ અશોક ભાઈ પટેલ સમ્રાટ, મંત્રી પરેશ ભાઈ પટેલ, ખજાનચી ભોપાભાઈ પટેલ તેમજ કડવા પાટીદાર યુવા સંગઠનના કારોબારી સભ્યો, સમાજના આગેવા નો, કુટુંબ સહ પ્રતિનિધિઓની વિશેષ ઉપસ્થિતિમાં આગામી ૨૩ જૂન ૨૦૨૪ના રોજ પ્રથમ ડોઝ રેડ ક્રોસ ભવન પદ્મનાભ ચાર રસ્તા ખાતે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં સમાજના તેમજ વિવિધ સમાજના તબીબોની પણ સેવાઓ લેવામાં આવશે..

તા.૨૩ મી એ સવારે ૮-૦૦ કલાક થી રસી આપવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ૧૫૦ થી વધુ દીકરીઓને પ્રથમ ડોઝ માટે નું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. સર્વાઇકલ કેન્સરની રસી નો સંપૂર્ણ ખર્ચ નાના બાર કડવા પાટીદાર યુવા સંગઠન ઉઠાવશે તેવું સંગઠન ના પ્રમુખ અશોકભાઈ પટેલ સમ્રાટ તેમજ મંત્રી પરેશભાઈ પટેલે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પાલિકાના નવનિયુક્ત પ્રમુખ નો ડોડીયા વાસના પરિવારજનો દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો..

ડોડીયા વાસના પરિવારજનોની લાગણી અને સન્માનનો પાલિકા પ્રમુખે આભાર...

પાટણ ના ઝીણીપોળ રામજી મંદિર નજીક ચાર્જિંગ માં મુકેલ ઇ-બાઇક મા શોર્ટ સર્કિટ સર્જાતા આગ ભભૂકી..

પાટણ ના ઝીણીપોળ રામજી મંદિર નજીક ચાર્જિંગ માં મુકેલ ઇ-બાઇકમા શોર્ટ સર્કિટ સર્જાતા આગ ભભૂકી.. ~ #369News