fbpx

જુનામાકા – ખાખડી માગૅ પરની નમૅદા કેનાલમાં ટ્રેક્ટર ખાબકતા માસુમ બાળકીનું મોત નીપજ્યું..

Date:

પાટણ તા. ૯
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના જુનામાંકા થી ખાખડી ગામ તરફ પસાર થતી નર્મદાની કેનાલ પાસેના માગૅ પરથી પસાર થઇ રહેલ ટ્રેકટર ના ચાલકે સ્ટેરિગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેક્ટર નર્મદા ની કેનાલમાં વહી રહેલા પાણીમાં ખાબકતાં એક માસુમ નું મોત નીપજ્યું હોવાની ઘટના સર્જાતા સનસનાટી મચી જવા આપી હતી.

આ અકસ્માતના બનાવ ની મળતી હકીકત મુજબ હારીજ તાલુકાના નાણા ગામે રહેતા દેસાઈ પરિવારમાં લગ્નનો પ્રસંગ હોય પરિવારજનો ગુરુવારે સવારે નાણાથી હારીજ ખાતે લગ્નની ખરીદી અર્થે ટ્રેક્ટર માં નીકળ્યા હતા અને હારીજથી લગ્નની ખરીદી કરી પરત ટ્રેક્ટર માં નાણા જવા રવાના થયા હતા ત્યારે હારીજ ના જુના માકા થી ખાખડી તરફ જવાના નર્મદા કેનાલ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે…

અગમ્ય કારણોસર ટ્રેક્ટર ચાલકે પોતાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર નર્મદાના નિર થી વહી રહેલ કેનાલ માં ખાબકતા ટ્રેક્ટર માં બેઠેલા પરિવારની ચીચીયારીઓ ગુજી ઉઠતા કેનાલ ની આજુબાજુમાં આવેલ ખેતરો માં કામ કરી રહેલા લોકો તેમજ કેનાલ માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ રાહત કામગીરી હાથ ધરી હતી

જોકે આ બનાવમાં માસીના ઘરે લગ્ન પ્રસંગમાં આવેલ શિવાની દેસાઈ નામની બાળકીનું પાણીમાં ગર કાવ થવાથી મોત નીપજ્યું હતું તો અન્યોને લોકોએ કેનાલ માથી બહાર કાઢ્યા હતા. હારીજના નાણા ગામનો પરિવાર લગ્નની ખરીદી અર્થે હારીજ આવ્યો હતો અને લગ્ન પ્રસંગની ખરીદી કરી પરત ઘરે ફરતા દરમિયાન આ ઘટના સજૉતા અને ધટનામાં લગ્ન ની મજા માણવા આવેલ માસુમ ભાણી ના મોતના પગલે લગ્ન ની ખુશીનો માહોલ શોકમાં પલટાયો હતો. જોકે આ અકસ્માતના બનાવની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ હોવાનું જાણી શકાયું નથી.

Share post:

Subscribe

Popular

More like this
Related

હેમ.ઉ.ગુ.યુનિ.ના MSCIT વિભાગ દ્વારા હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ ડે ની ઉજવણી કરવામાં આવી..

વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાની જાતે રસોઈ બનાવી રસોઈ...