fbpx

રાધનપુર ની ખુલ્લી ગટરમાં માસુમ ખાબકતા સફાળા જાગેલા તંત્ર એ ગટરને સુરક્ષિત બનાવવા કામગીરી શરૂ કરી..

Date:

પાટણ તા. 31
રાધનપુર મસાલી રોડ ઉપર શહેરના વોટર નં. 7 વિસ્તારની ખુલ્લી ગટરમાં તાજેતરમાં એક માસુમ બાળકી પડી જવાના મામલે તંત્ર સામે ઉઠેલા પ્રશ્નો સાથે ના રોષ ને ધ્યાનમાં રાખીને રાધનપુર નગરપાલિકા અને પાણી પુરવઠા દ્વારા સંયુક્ત કામગીરી શરૂ કરી ખુલ્લી ગટરને સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર સાતના મશાલી રોડ ઉપર ખુલ્લી ગટરો હોવાના કારણે વારંવાર નાની મોટી એક્સિડન્ટની ઘટના સજૉતા તાજેતરમાં એક બાળકી આ ખુલ્લી ગટરમાં પડી જવાથી રાહદારીઓએ બાળકી ને બચાવી હતી.

અને આ બાબતે મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયા બેન ચૌહાણ દ્વારા અન્ય લોકોના સહકારથી રસ્તા રોકો આંદોલન અને વિરોધ પ્રદર્શન કરતાં સફાળા જાગેલી નગરપાલિકા હરકતમાં આવી નગરપાલિકા અને પાણી પુરવઠા ની સંયુક્ત ટીમ દ્વારા ગટર ઉપર ઢાકણા નાખવાની કામગીરી શરૂ કરવામાં આવતા વિસ્તાર ના લોકોએ રસ્તા રોકો આંદોલન સહિત કરાયેલા વિરોધ પ્રદર્શન ના કારણે શરૂ કરવામાં આવેલ ખુલ્લી ગટરની સુરક્ષા બાબતે ની કામગીરી  ને સરાહી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિદ્ધપુર માં ભગવાન શ્રીરામ ના ગગનભેદી નારા સાથે શોભાયાત્રા નીકળી..

સિદ્ધપુર માં ભગવાન શ્રીરામ ના ગગનભેદી નારા સાથે શોભાયાત્રા નીકળી.. ~ #369News

સાંતલપુરમાં Aspirational Blocks Programme (ABP) ના Sensitization બાબતની બેઠક યોજાઈ

સાંતલપુરમાં Aspirational Blocks Programme (ABP) ના Sensitization બાબતની બેઠક યોજાઈ ~ #369News

પાટણ નગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખાના ચેરમેન પદે ચાજૅ સંભાળતા નીતાબેન પટેલ…

પાટણ તા. 26 પાટણ નગરપાલિકાની આગામી અઢી વર્ષની કામગીરી...