16 સગૅભા-ધાત્રી માતાઓને બેબી કીટ સાથે હાઈજીગ કીટ અપાઈ…
ઉપસ્થિત માતાઓ અને બહેનો ને સ્તનપાન વિશે માગૅદશૅન આપવામાં આવ્યું..
પાટણ તા.1
રાજ્ય સરકાર દ્વારા આયોજિત કરાયેલ તારીખ 1 ઓગસ્ટ થી તારીખ 8 ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવ સ્તનપાન સપ્તાહ અંતગતૅ પાટણ તાલુકા હેલ્થ કચેરી ખાતે બેટી બચાવો બેટી પઢાવો સાથે સગૅભા અને ધાત્રી માતાઓને બેબી કીટ અને હાઈજીન કીટ વિતરણ સાથે સ્તનપાન વિશે માગૅદશૅન આપતો કાર્યક્રમ ગુરૂવારે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા પંચાયત ના મહીલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભારતીબેન ચૌધરી,પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ ના ગૌરી બેન સોલંકી, ડો. રાજ પટેલ, સીડીપીઓ ઉર્મિલા બેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ તાલુકા હેલ્થ કચેરી ખાતે ગુરૂવારે આયોજિત કાર્યક્રમ ને ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટય કરી ખુલ્લો મુક્યો હતો.ત્યારબાદ સીડીપીઓ ઉર્મિલાબેન પટેલે શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યા માં માતાઓ અને બહેનોએ ઉપસ્થિત રહી સ્તનપાન વિશે માગદશૅન મેળવ્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત 16 જેટલી સગર્ભા અને ધાત્રી માતાઓને બેબી કીટ અને હાઇજીન કીટનું ઉપસ્થિત મહાનુભાવના વરદ હસ્તે વિતરણ કરી ડો.રાજ પટેલ દ્વારા સ્તનપાન વિશે માગૅદશૅન પુરૂ પાડ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભારતીબેન ચૌધરીએ સગર્ભા માતાઓને પોતાના બાળકને પાવડરનું દૂધ નહિ આપતા સ્તનપાન કરાવવાથી બાળક તંદુરસ્ત અને નિરોગી રહેતું હોવાનું જણાવી બાળકને ફરજિયાત સ્તનપાન કરાવવા માતાઓને અપીલ કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી