google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના મોટાનાયતા ગામે 7 વષૅનો બાળક ચાંદીપુરા વાયરસ થી સંક્રમિત બનતાં પ્રથમ કેશ નોધાયો.

Date:

પાટણ તા. ૧
ચાંદીપુરા વાયરસનું સંક્રમણ બાળકોમાં દિવસે દિવસે વધુ પ્રસરી રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા,બનાસકાંઠા બાદ ગતરોજ પાટણના મોટા નાયતા ગ્રામ્ય વિસ્તારમાં સાત વર્ષનું બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થતા જિલ્લામાં પ્રથમ કેસ ચાંદીપુરા નો પ્રકાશમાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસ ને લઈને કરવામાં આવેલ કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યાં છે.

જોકે ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બનેલા બાળક ની હાલત ગંભીર હોય પ્રાથમિક સારવાર પાટણની ખાનગી હોસ્પિટલમાં અપાવ્યા બાદ હાલમાં બાળક ને પાટણની ધારપુર હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર રાખી સારવાર હાથ ધરાવામા આવી હોવાનું જાણવા મળ્યું છે.

સરસ્વતીના મોટા નાયતા ગામમાં ચાંદીપુરા વાયરસ
નો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હોય વિભાગની ટીમે બાળકના ઘરની મુલાકાત લઈ ગામમાં સર્વે હાથ ધરી ગામના 400 થી વધુ મકાનોમાં 8 ટીમો કામે લગાડી સ્પ્રે વડે દવા છંટકાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ પંથકના મોટા નાયતા ગામે ચાંદીપુરા વાયરસ નો પ્રથમ કેશ આવતાં ગામના લોકોમાં પણ ભયનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો.ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ ચાંદીપુરા વાયરસ થી અન્ય બાળકો સંક્રમિત ન બને તે માટે ના પગલાં લેવામાં આવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિ.ખાતે કેમેસ્ટ્રી વિભાગ અને બહ્માકુમારી ના દ્રારા યોગા અને હોલિસ્ટિક ગ્રોથ ઓફ સ્ટુડન્ટ વિશે સેમિનાર યોજાયો..

પાટણ તા. 26.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી...

પાટણના જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન મા શરૂ કરાયું પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર…

PBSC યોજનાથી ઘરેલુ હિંસા અને અન્ય સમસ્યાઓથી પીડિત મહિલાઓને...