વસ્તી વિષયક ૫૦ પ્રશ્નોની ઓનલાઇન સ્પર્ધામાં ૩૦૦ થી વધુ વિધાર્થીઓ જોડાયા..
પાટણ તા. ૧૨
આંબેડકર ઓપન યુનિવર્સિટી ના કુલગુરુ ડૉ. અમી બેન ઉપાધ્યાયની પ્રેરણા અને પ્રોત્સાહનથી વિશ્વ વસ્તીદિનની 37 મી વર્ષગાંઠ નિમિતે ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના પ્રાદેશિક કેન્દ્ર પાટણ દ્વારા પ્રાદેશિક કેન્દ્રના મહેસાણા,પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા એમ ચારે જિલ્લાઓ ના કેન્દ્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વસ્તી વૃદ્ધિ અને તેની અસરોની જાણકારી મળી રહે અને વસ્તી સમસ્યાથી વિશેષ સભાન બને તે હેતુથી ઓન લાઇન વસ્તી વિષયક 50 પ્રશ્નોની સ્પર્ધા યોજાઈ હતી.
જેમાં કુલ 313 વિદ્યાર્થીઓએ ઓનલાઈન જોડાયા હતા, જેમાં પ્રથમ નંબરે કેન્દ્ર નંબર 1020 ડી.એન. પી કોલેજ ડીસા અને 1301 નાગલપુર કેન્દ્ર ના ચેહરા ભાઈ પ્રેમાભાઈ ચૌધરી અને પૂર્વેશ એ પચાસ માંથી 50 માર્ક્સ મેળવી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. દ્વિતીય નંબરે કેન્દ્ર 1310- સાર્વજનિક મહેસાણા અને 1709 એસ. એસ. મહેતા હિંમતનગરના રવિના ભરવાડ અને અર્જુનસિંહ બલદેવજી ઠાકોરે 49 માર્ક મેળવી દ્વિતીય ક્રમ હાંસલ કર્યો છે.
તૃતીય ક્રમમાં કેન્દ્ર નંબર 1001 મડાણાના સુરજ ચોહાણ, 1007 મહિલા પાલનપુરના સુણસરા પ્રવીણ, 1709 એસએસ મેહતા હિંમતનગરના ઝાલા જયપાલસિંહ અને 1026-ડીએનપી ડીસાના કેન્દ્ર તૃતીય ક્રમે 48 માર્કે પ્રાપ્ત કરેલ છે. તમામ વિજેતાઓને યુનિવર્સિટીના કુલગુરુ ડૉ. અમીબેન ઉપાધ્યાય આર. સી. પાટણ ની મુલાકાતે આવે ત્યારે તેમની ઉપસ્થિતિમાં વિજેતાઓને ઈનામોથી નવા જવામાં આવશે.
આ હરીફાઈના વસ્તી વિષયક પ્રશ્નો RC પાટણ
ના એસોસિએટ પ્રોફેસર અને સંયોજક ડો. લીલા બેન સ્વામીએ તૈયાર કર્યા હતા. તેમજ ડૉ.જયેશ
ભાઈ મોદી અને મુકેશભાઇ આ હરીફાઈમાં મદદરૂપ બન્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી