પાટણ તા. ૪
દક્ષિણ કેસરી ૫.પૂ.આ.શ્રી સ્થૂલભદ્ર સૂરીશ્વરજી મ.સા.ના તપસ્વી સમ્રાટ પ્રવર્તક પ્રવર કલાપૂર્ણ વિ. મ. સા. ની નિશ્રામાં તેમજ યોગેશભાઈ મહેતા (છાપીવાળા) આગમોધ્ધારક પ.પૂ.આ.શ્રી આનંદ સાગર સૂરીશ્વરજી મ.સા.નો રવિવારે ૧૫૦ મો જન્મ દિવસ તેમજ ગુણાનુવાદ થયા. આ પ્રસંગે પાટણ, ઊંઝા, છાપી, બેંગ્લોરના ભકતોએ ઉપસ્થિત રહી ઉલ્લાસથી જન્મોત્સવ મનાવ્યો હતો. આગામી તા.૯ ઓગસ્ટના રોજ ૨૨ માં તીર્થંકર નેમિનાથ ભગવાન નો જન્મ તેમજ કવિ કુલકિરીટ આ.પૂ. શ્રી પરદાદા ગુરુદેવનો ૬૪ મો સ્વર્ગવાસ દિવસ સાગર ના ઉપાશ્રયે ભવ્યાતિ ભવ્ય ઉજવવામાં આવશે. પ્રતિદિન ૯-૩૦ થી ૧૦-૩૦ શ્રી ભગવતી સૂત્ર ઉપર પૂજયશ્રી નું જોરદાર પ્રવચન ચાલુ છે.
તેમજ જિરાવલા પાર્શ્વ લબ્ધિતય સુંદર રીતે ચાલી રહેલ છે. તા.૯ ઓગેસ્ટ ના રોજ અઠ્ઠમ તપનું આયોજન કરેલ છે. રવિવારે જૈન ઉપાશ્રય ખાતે મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવીકોએ ઉપસ્થિત રહી મહારાજ સાહેબના પ્રવચનનો લાભ લીધો હતો.તો દર રવિવારે બાળકોની શિબિર બપોરે ૨-૩૦ થી ૪-૩૦ પૂજય ગુરુ ભગવંત બાળકોને અલગ અલગ વિષયો પર જ્ઞાન આપી રહ્યા છે જેનો મોટી સંખ્યા માં બાળક બાળિકાઓ ઉપસ્થિત રહી લાભ લઈ રહ્યા છે.
અહેવાલ યશપાલ સ્વામી