પાટણ તા. ૨૯
ચાણસ્માના જૂના રબારી વાસમાં આવેલા 5200 વર્ષ પ્રાચીન શેષનારાયણ ગોગા મહારાજના મંદિરે મંગળવારે પાંચમ નિમિત્તે ઉનાળાની ઋતુમાં શીતળતા પ્રદાન કરતી કેરીનો મનોરથ કરાયો હતો. જાણીતા સમાજ સેવક સ્વ.અમથાભાઈ જોરા ભાઈ દેસાઈ પરિવારના ભુવાજી મહેન્દ્રભાઈ દેસાઈ અને પરેશ દેસાઇ દ્વારા ગોગા મહારાજ, ચામુંડા માતાજી અને જેથી સિકોતર માતાજીને 101 કિલો કેસર કેરીનો ભોગ ધરાવાયો હતો. જેના દર્શન અને પ્રસાદનો લાભ લઈ ભક્તો ધન્ય બન્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી