fbpx

શ્રાવણ માસ દરમિયાન જાહેર માર્ગો પર કાર્યરત નોનવેજના વ્યવસાયો સાથે કતલખાનામાં થતાં અબોલ જીવોની હત્યા બંધ કરવાની માગ ઉઠી..

Date:

પાટણ તા. ૫
હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતા ભગવાન ભોળા નાથ ની ભક્તિ આરાધના માટે શ્રાવણ માસને ખુબ મહત્વ નો મહિનો ગણવામાં આવે છે. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન જાહેર માગૅ પર ચાલતાં નોનવેજના ધંધા રોજગાર ને કારણે તેમજ કતલખાનાઓમાં અબોલ જીવોના કરવામાં આવતા કત્લોને કારણે પણ આ પવિત્ર માસમાં સમગ્ર હિન્દુ સમાજના ધર્મની લાગણી દુભાતી હોય છે.

શ્રાવણ માસ દરમિયાન પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં જાહેર માર્ગો પર વેચાતા માસ મટનના વ્યવસાય સંપૂર્ણપણે બંધ રાખી કતલખાનાઓમાં પણ અબોલ જીવોની કરવામાં આવતી હત્યાઓ પણ શ્રાવણ માસ દરમિયાન સંપૂર્ણપણે બંધ રહે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલે કાર્યવાહી હાથ ધરે તેવી લાગણી સાથે માગણી રજૂ કરતું આવેદનપત્ર શ્રાવણ માસના પ્રારંભ ના પ્રથમ દિવસે સોમવારના રોજ બજરંગ સેના પાટણ જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરીએ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લાના વઢીયાર પંથકના યુવાનો માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના નવા આયામો ખુલશે…

શંખેશ્વર ના જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નું જન કલ્યાણ...

પાટણ એસટી ડેપોમા વગૅ ૪ નો કમૅચારી રૂ.એકહજારની લાંચ લેતાં ઝડપાયો…

ધાર્મિક કામ માટે રજા મંજૂર કરવા રૂ.1000ની માંગણી કરાવતા...

યુનિવર્સિટી ગ્રંથાલય ની મુલાકાત લેતા કાયૅકારી કુલપતિ ડૉ.દેસાઈ..

પાટણ તા. 20 હેમચંદ્રાચાર્ય ઉ.ગુજરાત યુનિવર્સિટીના કા. કુલપતિ ડો....

પાટણ 108 ના ઈએમટી અને પાયલોટની સમયસર ની સારવારને લઈ એટેક ના દર્દીને નવજીવન મળ્યું..

હૃદય રોગના દર્દીને નવજીવન મળતા પરિવારજનોએ 108 ટીમ અને...