પાટણ તા. 5
પાટણ શહેરમાં ફાયર વિભાગે ફાયર સેફ્ટીની તપાસ દરમ્યાન પાટણ શહેર માં 44 જેટલા ફાયર સેફ્ટી તેમજ ફાયર સેફટી સર્ટીફીકેટ ન ધરાવતી ઇમારતો ને નોટિસ આપી હોવા છતાંય કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટી મામલે સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં નહીં આવતા ફાયર વિભાગ દ્વારા આ મામલે સોમવારે પુનઃ ફાયર સેફટી સર્ટીફીકેટ ન ધરાવતી ઇમારતની સિલિગ પક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું ફાયર વિભાગ ના સુત્રો તરફથી જાણવા મળ્યું છે. રાજકોટમાં ઘટેલા અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ એકમો પર ફાયર સેફ્ટીની એનઓસી બાબતે તપાસનો દોર હાથ ધરી નોટીસ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેના પગલે પાટણ શહેર માં પણ ફાયર વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટા ભાગના કોમ્પ્લેક્સ જોખમી હોવાનું સામે આવ્યું હતુ. આથી પાટણ શહેરમાં 44 એકમ ધારકો સામે ફાયર સેફ્ટી મામલે નોટીસો ઈસ્યુ કરવામાં આવી હતી છતાં ફાયર સેફ્ટી મામલે ગંભીરતા ન લેતા ફાયર વિભાગ દ્વારા હવે ટુક સમયમાં આવા એકમો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પાલિકાના ફાયર વિભાગ ના સૂત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી