fbpx

પાટણ હેરીટેજ કરાઓકે ગૃપ દ્રારા સેવાકીય કાયૅ ના લાભાર્થે મેસ્ટ્રો ઓફ ધ રેટ્રો સંગીત કાર્યક્રમ યોજાયો..

Date:

પાટણ તા. ૭
સંગીત સે સેવાને વરેલી સંસ્થા હેરીટેજ કારાઓકે ગૃપ,પાટણ દ્વારા સેવાકીય કાર્ય માટે મેસ્ટ્રો ઓફ ધ
રેટ્રો સંગીતમય કાર્યક્રમ નું આયોજન એપીએમસી હોલમાં કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત પાટણના હેરીટેજ કારા ઓકે ગૃપ દ્વારા ભારતીય ફિલ્મ સંગીતના દિગ્ગજ ગાયકો મહંમદ રફી,કિશોર
કુમાર અને મુકેશ ના જન્મ દિવસ તેમજ નિર્વાણ દિવસને ધ્યાનમાં રાખીનેત્રણેય ગાયકોને શ્રદ્ધાંજલી આપવા હિન્દી ફીલ્મી ગીતો રજુ કરાયા હતા.

મેસ્ટ્રો ઓફ ધ રેટ્રો કાર્યક્રમ ની વિશેષતા એ રહી હતી કે કલા અને સંગીત ની નગરી પાટણમાં સૌ પ્રથમ વાર એક સાથે 29 ગાયકો એ આ દિગ્ગજ ગાયકોના યુગલ ગીત રજુ કરી શ્રધ્ધા સુમન સમપિર્ત કયૉ હતાં. પાટણની સંગીત પ્રેમી જનતા સાથે અમદાવાદ, ડીસા,પાલનપુર તેમજ મહેસાણા થી સંગીતપ્રેમી તેમજ હેરીટેજ કારાઓકે ગૃપના ચાહકો,દર્શકોએ બહોળી સંખ્યામાં હાજર રહીને નવોદિત ગાયકોને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.

સંગીત સે સેવાના મંત્રને ચરિતાર્થ કરતાં આ સંસ્થા
ના માધ્યમથી પાટણ સમાજ સેવી કુટુંબ સ્વ.
દલપતરામ ઠક્કર પરીવાર ના સદસ્યો લાલેશભાઈ ઠક્કર, જગદીશભાઈ ઠક્કર અને વિપુલભાઈ ઠક્કરના સહયોગથી સ્વ. નિલ વિપુલભાઈ ઠક્કરના સ્મરણાર્થે પાલડી ગામે ચાલતાં સરકારી બાળ સુરક્ષા ગૃહના બાળકો માટે પીવાના શુદ્ધ પાણીનો આર.ઓ.પ્લાન્ટ બાળ સુરક્ષા અધિકારી કેતન ભાઈ પ્રજાપતી અને જુવે નાઈલ જસ્ટિસ બોર્ડના સભ્ય વકિલ જ્યોત્સના નાથને સુપ્રત કરવામાં આવ્યો હતો. સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવીત થઈ ન્યુ ભારત ઇલેક્ટ્રોનિક્સ ના વિજય ભાઈ રાયચંદાણીએ ચાલુ કાર્યક્રમ મા જ સંસ્થાને બત્રીસ ઈંચનું સ્માર્ટ એલ.ઈ.ડી પુરસ્કાર રૂપે આપ્યું હતુ.

જયારે રાજેશભાઈ ઠક્કર ઉમેશ ઈન્ડસ્ટ્રીઝ હારીજ અને ડૉ.વિપુલભાઈ સોની, ધીરજ હોસ્પીટલ દ્વારા કાર્યક્રમની સફળતા માટે વિશેષ માર્ગદર્શન મળ્યુ હતું. ચંદ્રિકાબેન દર્શકભાઈ ત્રીવેદી, વેદા અમુલ પાર્લર વાળા ભુપેન્દ્ર ભાઈ ચૌધરી એ કાર્યક્રમ ની સફળતા માટે વિશિષ્ઠ સહકાર આપ્યો હતો. આ કાર્યક્રમને શોભાવવા પાટણના પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરના મહત્વ ના ગણાતા હિગળા ચાચર થી બગવાડા દરવાજા સુધી ના માગૅ ના નવીની કરણ માટે વહીવટી મંજૂરી મળી..

પાટણ શહેરના મહત્વ ના ગણાતા હિગળા ચાચર થી બગવાડા દરવાજા સુધી ના માગૅ ના નવીની કરણ માટે વહીવટી મંજૂરી મળી.. ~ #369News

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મન કી બાત કાર્યક્રમ અંતર્ગત પત્રકારો ને જાણકારી અપાઈ..

પાટણ તા. 29દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 30મી...

પાટણમાં શાંતિપૂર્ણ માહોલમાં જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ ની પ્રવેશ પરીક્ષા યોજાઈ…

જ્ઞાન સાધનામાં 24,000 વિદ્યાર્થીઓએ અને જ્ઞાનસેતુમાં 20,000 જેટલા વિદ્યાર્થીઓએ...