fbpx

યુનિવર્સિટી કેશ કમિટીદ્વારા રી-ફોર્મિંગ સોસાયટી વાયા જેન્ડર સેન્સેટાઇઝેશન વિષય પર રાજ્યકક્ષાનો સેમિનાર યોછાયો..

Date:

પાટણ તા. ૭
હેમચંદ્રાચાર્ય ઉ.ગુજરાત યુનિવર્સિટી ની કમિટી અગેસ્ટ સેક્સયૂઅલ હરેસમેન્ટ (કેશ) દ્વારા રિફાર્મિંગ સોસાયટી વાયા જેન્ડરાઇઝેશન વિષય પર બુધવારે રાજયકક્ષા નો સેમિનાર યોજાયો હતો.
યુનિવર્સિટી કુલપતિ કે.સી. પોરીયા ના અધ્યક્ષ સ્થાને તેમજ કુલ સચિવ ડો. રોહિતભાઈ એન. દેસાઈ ની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત સેમિનાર માં કુલપતિ દ્વારા શિક્ષણ તેમજ જાગૃરકતા સાથે સમાજમાં કેવી રીતે જાતીય સમાનતા લાવી શકાય તેના વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

સેમિનાર માં સ્પેશિયલ ગેસ્ટ તરીકે ડો. મનીષા શાહ પ્રિન્સિપાલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, હારીજ દ્વારા વિદ્યાર્થીઓને નવા સમાજના નિર્માણ માટે કેવી રીતે જેન્ડર સેન્સિટાઇઝ થઈ મહિલા તેમજ પુરુષને સમાન અવસર અને આઝાદી મળે તેવા સમાજની રચના કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ. સ્મિતા વ્યાસ દ્વારા વિવિધ ઉદાહરણ આપી સમાજમાં કઈ કઈ અસંગતતા છે તે બતાવી કાયદાકીય રીતે જાતીય સમાનતા માટે કયા કયા એક્ટ સરકાર દ્વારા બનાવવામાં આવેલ છે તેની સચોટ માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમ માં જેન્ડર ચેમ્પિયન્સ બનાવવા માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ 125 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સેમિનાર ના કન્વીનર તેમજ કેશ કમિટીના ચેર પર્સન પ્રો. સંગીતા શર્મા દ્વારા કમિટી ના કાર્યો વિશેની માહિતી રજુ કરી હતી. સેમિનારમાં વિવિધ વિભાગો માંથી 175 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર ખાતે યોજાયેલી જનસભામાં કોંગ્રેસના રાહુલ બાબાને આડે હાથ લેતા ગૃહ મંત્રી અમિત શાહ…

ઉનાળામાં વિદેશ ગયેલા ક્રોગેસના રાહુલ બાબા ભારત દેશને બદનામ...

યુનિવર્સિટીના પત્રકારત્વ અને જનસંચાર વિભાગ દ્વારા ‘મતદાતા જાગૃતિ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

પાટણ તા. ૨૭પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ...

પાટણ શહેર સહિત જિલ્લાના સમી અને હારીજ તાલુકા માં મોડી સાંજે વાતાવરણ પલટાયુ.

હારીજ- સમી પંથકમાં મીની વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો.. પાટણ તા....