fbpx

પાટણના મુજપુર આયુષ્ય માન આરોગ્ય મંદિર ખાતે એક પેડ માં કે નામ થીમ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું

Date:

પાટણ તા. ૭
“એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત પાટણ મુજપુર ના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે બુધવારે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. આ વૃક્ષા રોપણ કાર્યક્રમ મા તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા પર્યાવરણના જતન અને ગ્લોબલ વોર્મિંગ વિશે માહિતી આપવામાં આવી હતી.

“એક પેડ માં કે નામ” અંતર્ગત આયોજીત કાર્યક્રમ માં ઉપસ્થિત દરેક આગેવાનો અને અધિકારી દ્વારા દરેક વૃક્ષને પોતાના ‘માં’ નું નામ આપીને તેનો આજીવન ઉછેર કરવા માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડૉ.ડી.એન.પરમાર દ્વારા મુજપુરના ટીબી પેશન્ટોને ન્યુટ્રીશન કીટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહિત સ્થાનિક આગેવાનો તેમજ પ્રા.આ.કેન્દ્ર,સા.આ.કેન્દ્ર આરોગ્ય સ્ટાફ, ગ્રામજનો, ટીબી પેશન્ટો, આશા બહેનો હાજર રહ્યા હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

સમગ્ર ભારતમાં પત્રકારોના અગ્રેસર સંગઠન એવા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની પાટણ ખાતે બેઠક મળી..

સમગ્ર ભારતમાં પત્રકારોના અગ્રેસર સંગઠન એવા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની પાટણ ખાતે બેઠક મળી.. ~ #369News

પાટણના પાલિકા બજાર આગળ ની ખાણીપીણી ની લારીઓ અને કેબિનો પાલિકા તંત્ર એ દૂર કર્યા..

આ માર્ગ પર સજૉતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા પ્રાંત અધિકારીની...