google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ શહેરના માખણીયા પરા વિસ્તારના ખેડૂતો ના ખેતરોમાં ભૂગર્ભના દૂષિત પાણી ફરી વળતા મોટું નુકશાન..

Date:

પાટણ તા. ૮
પાટણ નગરપાલિકા વિસ્તાર માં આવેલ માખણીયા પરા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં ભૂગર્ભ ગટરના દુષિત પાણી ફરી વળતાં ખેડૂતોના પાકને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે તો ખેતરોમાં ભરાયેલા દુષિત પાણીના કારણે ખેડૂતોને ખેતરમાં અવર-જવર માટેના રસ્તા પણ બંધ થઈ ગયેલ છે ત્યારે આ બાબતની જાણ માખણીયા પરા વિસ્તારના ખેડૂતો એ પાટણના ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ ને કરતા ગુરૂવારે ધારાસભ્યે રૂબરૂ સ્થળ તપાસ કરવાની સાથે ટ્રેક્ટર માં બેસીને ભૂગર પાણીથી ભરાયેલા ખેતરો નું નિરીક્ષણ કરી સ્થળ પર પાલિકા ના ચીફઓફિસર બોડાત અને એન્જિનિયર કિર્તી ભાઈ પટેલને બોલાવી તેઓની પાસે પણ સમસ્યાનું જાત નિરીક્ષણ કરાવ્યું હતું.

માખણીયા પરા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં ફરી વળેલા ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ને લઇ પાટણ ધારાસભ્ય પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પાલિકા ના અણધડ વહીવટ ને કારણે ખેડૂતોને આ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે તેઓ દ્વારા ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર આપવા માટે જવાબદાર અધિકારી ઓ સાથે ટેલીફોનિક વાત
ચીત કરી ખેડૂતોને નુકસાન નું વળતર મળી રહે અને આ ભૂગર્ભ ગટર ના પાણી ઝડપથી આ ખેડૂતોના ખેતરમાં આવતા બંધ થાય તે દિશામાં નગરપાલિકા. એ પ્રયત્નો હાથ ધરવા જણાવ્યું હતું.

તો આ બાબતે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા દ્વારા શહેરનું ભૂગર્ભ ગટરનું પાણી કેનાલ મારફતે માખણીયા તળાવમાં ટ્રીટ કરીને ઠાલવવામાં આવે છે જે પાણી શિયાળા અને ઉનાળા દરમિયાન આ વિસ્તારના ખેડૂતો ઉપયોગ માં લેતા હોય છે. પરંતુ ચોમાસાના સમયમાં ખેડૂતો આ પાણીનો ઉપયોગ ન કરતા હોય અને પુષ્કળ પ્રમાણમાં વરસાદના કારણે માખણીયા તળાવમાં પાણીનો ભરાવો થયો હોય જેના કારણે આજુ બાજુ ના ખેતરમાં પાણી ફરી વળ્યા છે.

ત્યારે સરકારી ધારા ધોરણ મુજબ ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર નગર પાલિકા દ્વારા સર્વે કરીને ચૂકવવામાં આવશે અને માખણીયા તળાવમાં ભરાતા પાણીના નિકાલ માટે પાઇપ લાઇન મારફતે જીયુડીસી ને કામ માટે નો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોવાનું પણ તેઓએ જણાવી માખણીયા વિસ્તારમાં સર્જાતી ભૂગર્ભના પાણીની સમસ્યાના નિરાકરણ માટે પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું.

પાટણ શહેરના માખણીયા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં ફરી વળેલા ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ના મામલે પાટણના ધારાસભ્યને કરાયેલી રજૂઆત ના પગલે સ્થળ પર દોડી આવેલા અધિકારીઓએ ખેડૂતોના પાકના નુકસાનના વળતર પેટે તેમજ ખેતરોમાં ફરી વળેલા દૂષિત પાણી મામલે નિરાકરણ ની ખાતરી આપતા ખેડૂતોએ પાટણના ધારાસભ્યની ખેડૂત હિતમાં કરાયેલી રજૂઆત અને કામગીરીને સરાહનીય લેખાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે શનિ- રવિ બે દિવસીય ગુ. રા. યોગ બોડૅ દ્રારા યોગ શિબિર યોજાશે…

પાટણ તા. ૨૦ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બોડૅ ના...

સાંતલપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર સામે સજૉતા અકસ્માતો અટકાવવા બંમ્પ બનાવવા માગ ઉઠી..

પાટણ તા. ૨૪પાટણ જિલ્લામાં અવાર નવાર અકસ્માત ની ઘટનાઓ...

પાટણ ની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વિધાર્થી એ સ્વિમિંગ ની વેસ્ટ ઝોન સ્પર્ધા ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા..

આગામી દિવસોમાં રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવા રાજકોટ ખાતે યોજાનાર...