fbpx

પાટણ ની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વિધાર્થી એ સ્વિમિંગ ની વેસ્ટ ઝોન સ્પર્ધા ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા..

Date:

આગામી દિવસોમાં રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવા રાજકોટ ખાતે યોજાનાર સ્પર્ધા મા ભાગ લેશે.

પાટણ તા. 26
પાટણ ની સીબીએસસી માન્યતા પ્રાપ્ત અને ઈગ્લીશ મિડીયમ શૈક્ષણિક ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ પરિવારના વિધાર્થીઓ શિક્ષણ ની સાથે સાથે રમત ગમત ક્ષેત્રમાં પણ સ્કુલ પરિવાર ને ગૌરવ અપાવી રહ્યા છે ત્યારે આ સ્કુલ માં ધોરણ 5 મા અભ્યાસ કરતાં વિધાર્થી વિહાગ એ. સાલ્વી એ તાજેતરમાં ભોપાલ મા આયોજિત સીબીએસસી વેસ્ટ ઝોન સ્વિમિંગ સ્પર્ધા મા ભાગ લઈ ત્રણ ગોલ્ડ મેડલ મેળવી સ્કુલ પરિવાર ને ગૌરવ અપાવતા સ્કુલ પરિવાર દ્વારા તેની સિધ્ધિ ને બિરદાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પાટણની ભગવતી ઈન્ટરનેશનલ પબ્લીક સ્કુલમાં અભ્યાસ કરતા ધોરણ 5 ના વિદ્યાર્થી વિહાંગ એ. સાલ્વીએ ભોપાલ (M.P.) માં CBSE વેસ્ટ ઝોન સ્વિમિંગ સ્પર્ધામાં 200 મીટર વ્યક્તિગત મેડલી, 100 મીટર ફ્રી સ્ટાઇલ અને 50 મીટર ફ્રી સ્ટાઇલ એમ કુલ ત્રણ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી શાળાનું રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવા આગામી રાજકોટ ખાતે યોજાનાર સ્પર્ધા માટે જશે.

વિહાગ સાલ્વી એ ત્રણ ગોલ્ડ મેડલ મેળવી સ્કુલ પરિવાર સહિત પાટણ શહેર, જિલ્લા અને ગુજરાત રાજ્ય ને ગૌરવ અપાવ્યુ હોય તેમની આ સફળતા માટે સંસ્થાના એજ્યુકયુટિવ ડાયરેક્ટર ડૉ. જે. એચ. પંચોલી તથા શાળાના આચાર્ય ડૉ. ચિરાગભાઈ પટેલ, સ્પોર્ટ્સ વિભાગના શિક્ષક ડૉ.વિશાલભાઈ ધોબી સહિત શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવી ભવિષ્યની સફળતા માટે શુભેચ્છાઓ વ્યકત કરી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના શ્રી બાળા બહુચર માતાજીના મંદિરે મહા સુદ પૂનમે માતાજીની અસવારી નીકળી..

માતાજીની અસવારીના દર્શન માટે મોટી સંખ્યામાં મોઢ મોદી જ્ઞાતિ...

સાંતલપુર ના કોરડા નજીક પીક અપ ડાલા અને જીપ વચ્ચે સજૉયેલ અકસ્માત માં 1 નું મોત 14 ઘાયલ…

ઈજાગ્રસ્ત તમામ ને રાધનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.. પાટણ તા....

હંસાબા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચારૂપ માં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ યોજાયો…

પાટણ તા. ૧હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન શ્રી...

પાલિકાની નહિ પરંતુ પબ્લિક ની નિષ્ક્રિયતા ને લઈને ભૂગર્ભ ગટરો ચોક અપ બનવાની સર્જાતી સમસ્યા..

શહેરના અઘારા દરવાજા ઉંચીશેરી અને મોટીસરા વિસ્તારમાં ચોક્અપ બનેલી...