fbpx

શંખેશ્વર ખાતે જન મંગલ સેવા ટ્રસ્ટ નાં નેજા હેઠળ શિક્ષણની સાથે સાથે લોકો ને આત્મ નિર્ભર બનાવતાં જિજ્ઞા શેઠ..

Date:

જિજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ, બ્યુટી પાર્લર કોષૅ,શિવણ વગૅ ની સાથે સાથે ઈંગ્લીશ મિડીયમ સ્કુલ દ્વારા અનેક નાં જીવનમાં ઓજસ પાથર્યા..

શિક્ષણની સાથે સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે વઢીયાર પંથકમાં જિજ્ઞા શેઠે વિરાંગના નું બિરૂદ મેળવ્યું..

પાટણ તા.2
પાટણ જિલ્લાના વઢીયાર પંથકમાં આવેલા જૈન ધર્મના તીર્થ સમા શ્રી શંખેશ્વર ધામ કે જ્યાં સાક્ષાત પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે આ ધિંગી ધરા પર નાં લોકો મોટા ભાગે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે જેમની ટુંકી આવક મર્યાદા ને કારણે તેઓ તેમના બાળકો ને જોઈએ તેવું શિક્ષણ પુરૂ પાડવામાં અસમર્થ બનતા હોય છે. ત્યારે આ વઢીયાર પંથકમાં જરૂરિયાત મંદ વિધાર્થીઓ અને વિધાર્થીનીઓની શિક્ષણ ની ભુખને સંતોષવાની સાથે સાથે જરૂરિયાત મંદ લોકો ને આત્મ નિર્ભર બનાવવાની ભાવના ને ચરિતાર્થ કરવાનાં ઉદ્દેશ થી જન મંગલ સેવા ટ્રસ્ટ ની સ્થાપના કરી કોમ્પ્યુટર ક્લાસ, શિવણ વગૅ, બ્યુટી પાર્લર કોષૅ સહિતના કલાસીસો સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ દ્વારા જરૂરિયાત મંદોને મદદરૂપ બની છેલ્લા દસ વર્ષથી નિઃસ્વાર્થ કાયૅ કરી વઢીયાર પંથકમાં સેવા ની સુવાસ ચોમેર ફેલાવી એક વિરાંગના તરીકે ની પ્રસિધ્ધી મેળવવાની સાથે સાથે જૈન મહારાજ સાહેબો, રાજકીય આગેવાનો, શિક્ષણનાં માધંતાઓ અને સમગ્ર શંખેશ્વર નાં લોકો નો આગવો પ્રેમ સંપાદન કરનાર જન મંગલ સેવા ટ્રસ્ટ નાં સ્થાપક જિજ્ઞાબેન શેઠે વઢીયાર પંથક માટે આગવું યોગદાન આપ્યું છે.
વઢીયાર પંથક માં જૈનોના તિથૅ ધામ શંખેશ્વર ખાતે જન્મેલા જિજ્ઞાબેન શેઠ કે જેઓ અભ્યાસ કરતા હતાં ત્યારે આ પંથકમાં જોઇએ તેવી અભ્યાસ ની સુવિધા ઉપલબ્ધ ન હોય જેનાં કારણે તેઓને અભ્યાસ માટે અનેક મુશ્કેલી વેઠવી પડી હતી. જે મુશ્કેલી ને ધ્યાનમાં રાખીને તેઓએ આ વઢીયાર પંથક નાં બાળકો ને સુવિધા સભર શિક્ષણ મળે તે માટે નિશ્ચય કરી આજ થી દસ વર્ષ પહેલાં જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી શંખેશ્વર ખાતે એક કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જિજ્ઞા કોમ્પ્યુટર ક્લાસ શરૂ કર્યો હતો અને જરૂરીયાતમંદ પરિવારના વિધાર્થી ને દતક લઈને કોમ્પ્યુટર નું જ્ઞાન પિરસવાનું શરૂ કર્યું હતું જેને જૈન સમાજ નાં શ્રેષ્ઠીઓએ સરાહનીય લેખાવી સહયોગ સાંપડ્યો જેનાં કારણે આજે 55 કોમ્પ્યુટર સાથે પંથકના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર નું જ્ઞાન આપી રહ્યા છે તો આની સાથે સાથે વિસ્તારની જરૂરિયાત મંદ બહેનો આત્મ નિર્ભર બને તે માટે તેઓ દ્વારા શિવણ વગૅ, બ્યુટી પાર્લરના કોષૅ ની શરૂઆત કરી જેના કારણે આજે અનેક બહેનો આત્મ નિર્ભર બની પરિવારજનો ને મદદરૂપ બની રહી છે.તો નાના બાળકો માં અંગેજી નું જ્ઞાન કેળવાય તે હેતુથી ઈંગ્લીશ મિડીયમ સ્કુલ પણ શરૂ કરવામાં આવી છે.આવી અનેકવિધ પ્રવૃત્તિઓ ની સાથે સાથે તેઓએ કોરોના કાળ નાં સમયમાં શંખેશ્વર પંથકના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં 15 હજારથી વધુ લોકો ને કોરોના થી રક્ષણ આપતી આયુર્વેદ દવાઓનું વિતરણ, ત્રણ મહિના સુધી સવાર સાંજ 700 થી વધુ જરૂરિયાત મંદોને પોષ્ટીક ભોજન પીરસી પંથકમાં એક અનોખી સેવા નું પ્રદાન કરતાં તેઓને અન્ય જૈન ટ્રસ્ટોનો પણ સહિયોગ મળ્યો તો આ સેવાકાર્ય માટે જૈન મહારાજ સાહેબો નાં આશિર્વાદ સાથે રાજકીય, સામાજિક આગેવાનો ની પણ હુંફ મળી તો સરકારની વિવિધ યોજનાઓનો પણ અનેક લોકો ને લાભ અપાવી જન મંગલ સેવા ટ્રસ્ટે આગવી લોક ચાહના મેળવી આજે આ ટ્રસ્ટ નાં માધ્યમ થી ચાલતી વિવિધ પ્રવૃતિઓ થકી અનેક લોકો ની સાથે સાથે વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ આત્મ નિર્ભર બન્યા છે તો કેટલાક વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ કોમ્પ્યુટર નું જ્ઞાન મેળવી આજ સંસ્થામાં પોતાની સેવાઓ આપી અન્યોને આત્મ નિર્ભર બનાવવા માટે સહીયોગી બની રહ્યા છે.
શંખેશ્વર ખાતે જન મંગલ સેવા ટ્રસ્ટ નાં નેજા હેઠળ જિજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ની સ્થાપના કરી અનેક વિધ પ્રવૃતિ કરતાં સંસ્થાના સ્થાપક જિજ્ઞાબેન શેઠે જણાવ્યું હતું કે આ વિસ્તારના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર હોવાના કારણે શિક્ષણ થી વંચિત રહેતા તેઓનાં બાળકો ને દતક લઈ કોમ્પ્યુટર નું જ્ઞાન પિરસવાનું શરૂ કર્યું જેમાં સફળતા મળ્યા બાદ શિવણ વગૅ, બ્યુટી પાર્લર કોષૅ અને નાનાં બાળકો માટે ઈંગ્લીશ મિડીયમ સ્કુલ ની શરૂઆત કરવામાં આવી અને તેમાં જૈન સમાજ નાં સહિતના દાતાઓનો સહકાર અને જૈન મહારાજ સાહેબો નાં આશિર્વાદ મળતાં વઢીયાર પંથકમાં લોક સેવા નાં કામો શરૂ કરવામાં આવ્યા જેમાં તહેવારો ને અનુલક્ષીને જરૂરિયાતમંદ પરિવારોને મિઠાઈ વિતરણ,ધાબળા વિતરણ,નિઃશુલ્ક મેડિકલ કેમ્પ, કોરોના કાળમાં આયુર્વેદ દવાઓ સાથે ઉકાળા નું વિતરણ, સરકાર ની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા સહિત ની સેવા પ્રવૃતિ કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

  • જિજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ માં કોમ્પ્યુટર નું જ્ઞાન મેળવી આજ સંસ્થામાં છેલ્લા દોઠ વર્ષ થી નોકરી કરી આત્મ નિર્ભર બનેલી વિધાર્થીની રામી રિન્કુ એ જણાવ્યું હતું કે જિજ્ઞામેમ દ્વારા અમારામાં આત્મ વિશ્વાસ વધ્યો છે અને તેમનાં પ્રેરણાદાયી કાર્યોથી પ્રભાવિત થઈ હું પણ અત્યારે લોકો ને કોમ્પ્યુટર નું જ્ઞાન આપી રહી હોવાનું જણાવ્યું હતું.
  • જન મંગલ સેવા ટ્રસ્ટ નાં નેજા હેઠળ ચાલતાં જિજ્ઞા બ્યુટી પાર્લર ક્લાસમાં બ્યુટી પાર્લર ની તાલીમ મેળવી રહેલ વિધાર્થીની પ્રજાપતિ પુજા એ જણાવ્યું હતું કે જિજ્ઞામેમે મન દતક લીધા બાદ મે જિજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ માંથી કોમ્પ્યુટર ના જ્ઞાનની સાથે સાથે ત્રિપલ સી ની પરિક્ષા પાસ કરી હાલ માં બ્યુટી પાર્લર નો કોર્ષ કરી રહી છું અને જેનાં થકી હું આત્મ નિર્ભર બની પરિવારજનો ને મદદરૂપ બનવાની સાથે જિજ્ઞામેમ ની જેમ અન્યો ને મદદરૂપ બનવાની તેણીએ તમન્ના વ્યક્ત કરી હતી.
  • જિજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ માંથી કોમ્પ્યુટર નું જ્ઞાન મેળવી શિવણ વગૅ ની તાલીમ મેળવી રહેલ દરજી રીના એ જણાવ્યું હતું કે જિજ્ઞામેમ દ્વારા અમને ખુબ જ સહકાર મળ્યો છે જેનાં થકી અમોએ કોમ્પ્યુટર નું જ્ઞાન મેળવવાની સાથે સાથે હાલ માં શિવણ વગૅ નો લાભ મેળવી આગળ વધી રહ્યા છે.
    શંખેશ્વર સહિત ગુજરાત ભર માંથી જિજ્ઞા બેનની બાળકોને દત્તક લઈ કોમ્યુટર કલાસ, સિવણ કલાસ અને બ્યુટીપાર્લર ,અને નસિંગ કલાસ ની અવરીત સેવા બદલ વિવિધ સંસ્થાઓ દ્વારા તેમનું પ્રમાણપત્રો અને ટ્રોફી આપી સન્માન પણ કરવામાં આવ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર ના ગાગલાસણ નજીક થી મોટી માત્રામાં વિદેશી દારૂ-બિયર નો જથથો ઝડપતી ભુજ સાયબર સેલ ટીમ..

સિધ્ધપુર ના ગાગલાસણ નજીક થી મોટી માત્રામાં વિદેશી દારૂ-બિયર નો જથથો ઝડપતી ભુજ સાયબર સેલ ટીમ.. ~ #369News

પાટણમાં ક્રિષ્ના ગૃપ દ્વારા તલાટીની પરીક્ષા આપવા આવનાર ઉમેદ વારો માટે ઉપલબ્ધ બનાવાયેલી સુવિધાઓ સરાહનીય બની.

પાટણમાં ક્રિષ્ના ગૃપ દ્વારા તલાટીની પરીક્ષા આપવા આવનાર ઉમેદ વારો માટે ઉપલબ્ધ બનાવાયેલી સુવિધાઓ સરાહનીય બની. ~ #369News

15 માં નાણાપંચની ગ્રાન્ટ માંથી પાટણ નગરપાલિકાને નવી ગાડી ની ભેટ મળી..

પાલિકા ખાતે નવીન ગાડી આવતા પાલિકા પ્રમુખે કુમકુમ તિલક...