રૂદ્ર યજ્ઞ, સત્યનારાયણની કથા, ડાયરો સહિત ના ધામિર્ક ઉત્સવો ઉજવાશે.
પાટણ તા. 10
પાટણ શહેરનાં ત્રણ દરવાજા પાસે 24 વષૅ પૂર્વે મદારસા પીરદાદાનાં મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જે પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્ય માં શ્રી મદારસા પીર દાદા ના સાન્નિધ્યમાં ત્રિદિવસીય રજતજયંતિ મહોત્સવનો શુક્રવારે ભક્તિ સભર માહોલમાં પ્રારંભ થતાં સવારથી દાદાનાં મંદિર પરિસર ખાતે ભાવિક ભકતોની ભીડ દાદાના દશૅન માટે ઉમટી હતી. સવારે દાદાની પુજા અચૅના સાથે યજમાન પરિવારની ઉપસ્થિત મા ભૂદેવો ના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે મહા રુદ્ર યજ્ઞ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી કે.સી.પટેલ, યતીન ગાંધી સહિતના રાજકીય, સામાજિક આગેવાનો અને વિસ્તારના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ઉપસ્થિત આગેવાનો નું શ્રી મદારસા પીર દાદા મંદિર પરિસરના સેવકો દ્રારા સ્વાગત સન્માન કરી આવકારવામાં આવ્યાં હતાં.
રાત્રે દાદા સન્મુખ આયોજિત આનંદ ના ગરબા નો પ્રસંગે યોજાયો હતો જેનો પણ પાટણની ભકિતપ્રિય જનતાએ લાભ લીધો હતો. શનિવારે રાત્રે અત્રે ડાયરો તથા રવિવારે સાંજે યજ્ઞ પુર્ણાહૂતિ સાથે રાત્રે નવ વાગે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું શ્રી મદારસા પીર દાદા મંદિરના ત્રિ દિવસીય ઉત્સવના આયોજકોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી