fbpx

પાટણ લીઓ કલબ દ્વારા ત્રિદિવસીય છાશ વિતરણના કેમ્પની શરૂઆત કરાય.

Date:

પાટણ તા. 21
પાટણ જિલ્લામાં છેલ્લા 4 દિવસ થી 42 થી 44 ડીગ્રી ગરમી પડી રહી હોવાથી જિલ્લા વાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.એક તરફ કાળઝાળ ગરમી અને બીજી લગ્ન સરાની સિઝન ને લઇ પાટણ શહેરમાં લોકો ખરીદી માટે આવતાં હોય છે જે લોકો ને ધ્યાનમાં રાખીને લીઓ કલબ પાટણ દ્વારા ત્રણ દિવસ માટે શહેર ના બગવાડા દરવાજા ખાતે ગરમી માં લોકોને રાહત મળી રહે તે માટે નિઃશુલ્ક ઠંડી છાશ નું વિતરણ મંગળવારથી શરૂ કરાયું હતું જેનો લાભ શહેરીજનો સહિત ગ્રામ્ય વિસ્તારો માથી ખરીદી માટે પાટણ આવતાં લોકો લઈ રહ્યા છે.

જન સેવા એજ પ્રભુ સેવા ની ભાવના સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી પાટણ લીઓ ક્લબ દ્વારા આ ઉનાળાની કાળજાળ ગરમીથી લોકોને રાહત આપી શકે તે હેતુ થી ત્રણ દિવસ પાટણ શહેરના બગવાડા ચોક ખાતે રાહદારીયો તથા વટેમાર્ગુઓને શિતલ છાસ નુ વિતરણ દાતાઓના દાન થકી કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે 1000 લીટર છાસ નું વિતરણ શરૂ કર્યું છે.

લોકોએ ઠંડી છાશ પીને ધોમ ધખતા તાપ મા ઠંડકનો હાશકારો અનુભવ્યો છે. પ્રથમ દિવસે 1000 લીટર અને ત્યારબાદ બે દિવસ 500-500 લીટર ઠંડી છાસ નું વિતરણ કરવામાં આવનાર હોવાનું લીઓ પ્રમુખ મેહુલ પ્રજાપતિ એ જણાવ્યું હતું. લીઓ ક્લબ પાટણ દ્રારા બગવાડા દરવાજા ખાતે શરૂ કરવામાં આવેલ છાસ વિતરણ ની સેવા પ્રવૃત્તિ મા લીઓ ક્લબ પાટણ ના પ્રમુખ મેહુલ પ્રજાપતિ, મંત્રી કૃણાલ પટેલ, ખજાનચી ધ્રુવ આચાર્ય સહિત સભ્યો જોડાયા હતા.

આ છાસની સેવા ના દાતાઓ માં હેમંતભાઈ તન્ના, ગોપાલસિંહ રાજપુત, કિશોરભાઈ મહેશ્વરી, મુકેશ ભાઈ જે. પટેલ, શૈલેષ ભાઈ પટેલ, મનોજભાઈ પટેલ, હરેશભાઈ મોદી, સતીષભાઈ ઠક્કર, ગૌરવભાઈ મોદી, અમીષભાઇ મોદી, પ્રવિણભાઇ ડાભી, પિયુષભાઈ મોદી, અજયભાઇ પરમાર, પરીનભાઇ પંચી વાલા, મૌલિકભાઈ ઠક્કર સહભાગી બન્યા હોવાનું લીઓ પરિવારે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર ઓવરબ્રિજ પાસેથી પસાર થતા ઇલેક્ટ્રીક વાયર મા દોરા ના ગુંચળામાં ફસાયેલા કબૂતરને ટીઆરબી ના જવાને મુક્ત કર્યું..

રાધનપુર ઓવરબ્રિજ પાસેથી પસાર થતા ઇલેક્ટ્રીક વાયર મા દોરા ના ગુંચળામાં ફસાયેલા કબૂતરને ટીઆરબી ના જવાને મુક્ત કર્યું.. ~ #369News

પાટણ APMC ની ખેડૂત વિભાગની ઔપચારિક યોજાયેલી ચૂંટણીમા BJP પેનલ નો વિજય…

ચૂંટણી પૂર્વે ભાજપ પેનલ ને સમર્થન આપનાર ઉમેદવારને એક...