માસુમ બાળકી સાથે કુકર્મ કરનાર રિક્ષા ચાલકને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો..
પાટણ તા. ૧૩.
પાટણ શહેરમાં એક રીક્ષા ચાલકે રવિવારનાં રોજ રાત્રે ૧૧ વાગ્યાનાં સુમારે સાત વર્ષની બાળકીનું અપહરણ કરીને તેણી સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરી તેને લોહી લુહાણ હાલતમાં તેની માતા પાસે મૂકી નાસી છૂટયો હોવાની ઘટના સજૉતા અને આ બાબતે ની ભોગ બનનાર માસુમ ની માતાએ બી ડિવિઝન પોલીસ મા ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં રીક્ષા ચાલક ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની મળતી માહિતી મુજબ બાળકીનાં પિતા સાથે દારૂ પીવા આવતા પાટણનાં એક રીક્ષા ચાલકે રવિવારની મોડી રાત્રે ૧૧ વાગે પાટણનાં પાલિકા બજાર સામે ઓવરબ્રીજ નીચે ફુટપાથ પર સુતેલી ને પ્લાસ્ટિક વિણતી મહિલાની માસુમ દિકરીને પીંખી નાંખતા સનસનાટી મચી જવા પામી હતી.
પાટણ તાલુકાના એક ગામની વતની અને હાલમાં પાટણનાં કોલેજ રોડ ઉપર નિર્માણ પામી રહેલા રેલ્વે ઓવરબ્રીજની નીચે પોતાનાં પતિ અને ૭ વર્ષની દિકરી સાથે રહેતી અને પાટણમાં પ્લાસ્ટિક વિણી જીવન ગુજરાતી મહિલા તેનાં પતિ તથા દિકરી સાથે રવિવારે રાત્રે ઓવરબ્રીજની નીચે પથારી કરીને સુવાની તૈયારી કરતી હતી ત્યારે રાત્રે ૧૧ વાગ્યાના સુમારે પ્રજ્ઞેશ સાધુ નામનો રીક્ષા ચાલક પોતાની રીક્ષા લઇને આવેલ અને ૭ વર્ષની બાળકીને રમાડવાનાં બહાને પોતાની રીક્ષામાં ફરવા અને નાસ્તો કરાવવાનાં બહાને લઈ ગયો હતો. રીક્ષાચાલ પ્રજ્ઞેશ સાધુ રે.પાટણવાળો અવારનવાર આ મહિલાનાં પતિ પાસે દારૂ પીવા માટે આવતો હોવાથી આ મહિલા તેને ઓળખતી હતી.
અડધા કલાક પછી પ્રજ્ઞેશ સાધુ બાળકીને લઇને પરત આવીને તેને બ્રીજની નીચે બેઠેલા તેનાં મા-બાપ પાસે મુકીને જતો રહ્યો હતો.આ દરમ્યાન બાળકી રડતી હોવાથી તેની માતાએ તેને ખોળામાં લેતાં તેનું ગુપ્તાંગ અને ઉપવસ્ત્ર ભીનું ભીનું જણાતાં અને ગુપ્તાંગ માંથી રક્તસ્ત્રાવ થતો હોવાથી મહિલાએ તેનાં પતિને ઉઠાડયો હતો. ને રીક્ષાવાળાએ ‘આપણી દિકરી સાથે ખરાબકામ કર્યું હોવાનું જણાવી ૧૦૮ ને જાણ કરતાં ૧૦૮ એમ્બ્યુલન્સે ધટના સ્થળે આવી બાળકીને સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. જ્યાં તેનું મેડિકલ ચેક અપ કરાયું હતું.
અને તેની માતાનાં નિવેદન આધારે પાટણ બી-ડીવીઝન પોલીસે આરોપી પ્રજ્ઞેશ સાધુ રે.પાટણ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૫(૨) તથા પોક્સો એક્ટ ૩/૪, ૫ (એમ), ૬/ ૯(એમ), ૧૦, ૧૮ (એમ) મુજબ ગુનો નોંધી તપાસ ડીવાયએસપી કે.કે. પંડયાને સુપ્રત કરતાં તેઓએ ટીમ સાથે આરોપી પ્રજ્ઞેશ સાધુ ને ગણતરી ના કલાકોમાં ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. તો ઘટનાની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને ફોરેન્સીક ઓફીસર તથા પોલીસ અધિકારીઓએ અને કર્મચારીઓએ ધટના સ્થળનું પંચનામું કર્યું હતું.