fbpx

પાટણ શહેરમાં ૧૫૦ મીટરના તિરંગા સાથે તિરંગા યાત્રા નિકળતા સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું..

Date:

પાટણ તા. ૧૩
ગુજરાત સહિત સમગ્ર દેશ માં આઝાદી ના 78 માં સ્વતંત્રતા પર્વને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. સ્વતંત્રતા પર્વ  નિમિતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પાટણ જિલ્લા વહીવટી તંત્ર અને શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓના ઉપક્રમે પાટણ શહેરમાં મંગળવારે બપોરે એમ. એન.હાઈસ્કૂલ ખાતે 150 મીટરના તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં પોલીસ વિભાગની ખુલ્લી જીપ, બે ઘોડેસવાર, સ્કેટીંગના બાળકો, શાળાના બાળકો સહિત સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત મોટી સંખ્યામાં પાટણના પ્રબુદ્ધ નગરજનો હાથમાં રાષ્ટ્ર ધ્વજ લઈને તિરંગા યાત્રામાં સાથે જોડાયા હતા.તિરંગા યાત્રામાં ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા દેશપ્રેમના નારા ગુજતાં દેશભક્તિનો માહોલ બન્યો હતો. આ યાત્રા શહેરની એમ એન હાઈસ્કૂલ થી નીકળી રતનપોળ,ત્રણ દરવાજા હિંગળાચાચર, બગવાડા ઉપર ફરી રેલવે સ્ટેશન ખાતે સંપન્ન થઈ હતી.

પાટણ માં વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ આયોજિત હરઘર તિરંગા યાત્રા ને પાટણ સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, પાટણ જિલ્લા કલેક્ટર, પાટણ નગરપાલિકા પ્રમુખ અને જિલ્લા પોલીસ વડા, દ્રારા લીલી ઝંડી આપી એમ એન હાઈસ્કૂલ ખાતેથી ભવ્યા તિભવ્ય તિરંગા યાત્રા પ્રસ્થાન કરાવી હતી. તિરંગા યાત્રા પહેલા ઉપસ્થિત લોકોએ રાષ્ટ્ર ભક્તિના શપથ લીધા હતા. ત્યાર બાદ ભારત માતાકી જય, વંદે માતરમ, સહિત દેશભક્તિના ગીતો ના સુર રેલાતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રગાયું હતું.

આ તિરંગા યાત્રામાં પાટણ સાંસદ ભરતસિંહ ડાભી,જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, નગર પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, કારોબારી ચેરમેન મુકેશ પટેલ, ઉપપ્રમુખ હિનાબેન શાહ ભાજપ જિલ્લા પ્રમુખ ડો.દશરથજી ઠાકોર ,શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી, પાટણ કલેકટર અરવિંદ વિજયન, એસ પી રવિન્દ્ર પટેલ, પ્રાંત અધિકારી મિતુલ પટેલ સહિત સંસ્થા ના સભ્યો,પોલીસ સ્ટાફ,એનસીસી ના કાર્યકરો, ભવાઈ ના કલાકારો,વિદ્યાર્થીઓ, સંગઠનના પદાધિકારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યા માં પાટણના પ્રબુદ્ધ નગરજનો રાષ્ટ્ર ધ્વજ સાથે જોડાયા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

હવામાન વિભાગ ની આગાહી ના પગલે પાટણ જિલ્લા માં વાવાઝોડા ની અસર જોવા મળી..

હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ જિલ્લામાં વાવાઝોડાની અસર જોવા મળી.. ~ #369News

શ્રી પરશુરામ કો – ઓપ. ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા મળી…

સો ટકા લોન ધારકો પાસેની વસુલાતને સૌએ સરાહનીય લેખાવી… પાટણ...

પાટણ ના ગોપીનાથજી મંદિરે મથુરા ગમન નો મનોરથ કરાયો..

પાટણ તા. ૧૯પાટણ શહેર ના સોનીવાડા વિસ્તારમાં આવેલ શ્રી...

પાટણ શહેરનું આનંદ સરોવર ઓવર ફ્લો થાય તે પહેલા પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ..

ધરોઈ ઇરીગેશન વિભાગ દ્વારા પાણી નિકાલ માટે પંપિંગ મશીન...