fbpx

પાટણ પાલિકા એ બાકી વેરા મિલકત ધારકો પૈકી ૧૨૨ ગ્રાહકો ના નળ કનેકશ નો અને ૮૦ ના ભૂગર્ભ કનેકશન કાપ્યાં…

Date:

પાલિકા ની બાકી વેરા વસુલાતની કડક કાર્યવાહી ને લઇ બાકી વેરા મિલકત ધારકો મા ફફડાટ…

પાટણ તા. ૧
પાટણ નગરપાલિકા દ્વારા નવેમ્બર ૨૦૨૩ થી બાકી વેરા ની વસુલાત માટે હાથ ધરવામાં આવેલ ઝુંબેશ દરમિયાન તા.૩૧ મી જાન્યુઆરી ના સમય સુધીમાં કુલ ૧૨૨ નળ કનેકશન અને ૮૦ ભૂગર્ભ ગટર કનેકશન કાપવામાં આવતાં બાકી વેરા મિલકત ધારકો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

તો નળ કનેકશન અને ભૂગર્ભ ગટર કનેકશન જે બાકી વેરા મિલકત ધારકો નો કપાયા છે તે પૈકીના કેટલાક મિલકત ધારકો પોતાની બાકી વેરાની રકમ પાલિકા ના વેરા શાખામાં ભરપાઈ કરાવી પોતાના કનેકશન પુનઃ ચાલુ કરાવ્યા હોવાનું વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું.

પાલિકા ની વેરા શાખા દ્વારા બાકી વેરા વસુલાતની ઝુંબેશ માટે બાકી વેરા મિલકત ધારકોને નોટિસ આપ્યા બાદ પણ તેઓ દ્રારા બાકી વેરા ની રકમ ભરપાઈ નહિ કરાતા વેરા શાખાના અધિકારી દ્રારા ઝુંબેશ ને તેજ બનાવવા કુલ ચાર ટીમો બનાવી બાકી વેરા મિલકત ધારકો ના ઘરે ઘરે જઈને બાકી વેરા ની રકમ ભરપાઈ કરવા માટે કડક સુચનાઓ આપી અત્યાર સુધીમાં કુલ ૧૨૨ નળ કનેકશન તેમજ ૮૦ ભૂગર્ભ ગટર ના કનેકશન કાપી વેરા વસુલાત ની ઝુંબેશ સધન બનાવવા બાકી વેરા મિલકત ધારકો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે

તો નળ કનેકશન અને ભૂગર્ભ ગટર કનેકશન કપાયેલા કેટલાક બાકી વેરા મિલકત ધારકો પૈકીના ઓએ પોતાના બાકી વેરા ની રકમ પાલિકા ના વેરા શાખા મા ભરપાઈ કરી હોવાનું વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

બીપરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખી ટાટની પરિક્ષા લેટ લેવા પાટણ ધારાસભ્ય ની માગ..

રાજયના શિક્ષણમંત્રી ને પત્ર લખી ધારાસભ્ય દ્રારા રજુઆત કરવામાં...

હારીજ વાધેલ રોડ પરના હરિઓમ ઇન્ડસ્ટ્રીઝમાં કાલા-કપાસ ના ઢગલામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી..

ચાણસ્મા ફાયર બ્રિગેડને જાણ થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી...

પાટણના નોરતા ધામના પ. પુ. સંતશ્રી દોલતરામ બાપુ આશ્રમ ખાતે 49 મો રામ જન્મોત્સવ ઉજવાશે.

પ.પુ.દોલતરામ બાપુ અને પ.પુ.વિશ્વભારતજી દ્રારા ઉત્સવમાં સહભાગી થનાર ભાવિક...

પાટણની સરસ્વતી નદીમા નર્મદા ના નીર આવી પહોચતા વધામણા કરાયા..

ભાજપ ના આગેવાનો, કાર્યકરો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનોઐ પૂજા-...