પાટણ તા. ૬
પાટણ શહેર અને જિલ્લા ભાજપનાં મહિલા મોરચા દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રાખડીઓ મોકલી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા મહિલા મોરચાનાં આ કાર્યક્રમમાં આગામી રક્ષાબંધનનાં પવિત્ર પવૅ ને લઇને ભાજપની મહિલાઓ દર વષૅની જેમ ચાલુ વર્ષે પણ વડાપ્રધાનને રક્ષા બાંધવા માટે આતુર બની હોય પાટણ જિલ્લાની મહિલાઓ દ્વારા એકત્ર કરાયેલી રાખડીઓને વડાપ્રધાનને મોકલી તેમના સ્વસ્થ અને તંદુરસ્તી આયુષ્ય ની કામનાઓ સાથે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોરે ઉપસ્થિત રહી મહિલા મોરચાની બહેનો ની વડા પ્રધાન પ્રત્યેની લાગણી ની ભાવનાને સરાહી હતી. આ પ્રસંગે મહિલા મોરચા પ્રમુખ સુષ્માબેન રાવલ, જિલ્લા પંચયત પ્રમુખ હેતલબેન ઠાકોર, નગર પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, પ્રજ્ઞાબેન ઠાકર, મધુબેન સેનમા, હિનાબેન શાહ સહિત મહિલા મોરચાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
અહેવાલ યશપાલ સ્વામી