google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ ના જસ્મીન પટેલ અને તેની ટીમે સ્વાતંત્ર્ય પવૅ ના દિવસે જ 6259 મીટર ઉચા માઉન્ટ કાંગ યાત્સે -2 શિખર સર કરી તિરંગો લહેરાવ્યો..

Date:

પાટણ તા. ૧૭
પાટણ ના જસ્મીન વિષ્ણુભાઇ પટેલ અને તેમની ટીમે ભારતીય સ્વતંત્રતા દિવસ પર સફળતાપૂર્વક માઉન્ટ કાંગ યાત્સે-2 શિખર સર કરી રાષ્ટ્ર ધ્વજ લહેરાવી પોતાની સાહસિકવૃતિ દ્રારા સમગ્ર ગુજરાત ને ગૌરવ પ્રદાન કયુઁ છે. ઇન્વિસિબલ એનજીઓ. દ્વારા ચાલતા No Drugs Caimpaign હેઠળ 12 પર્વતારો હકો ની ટીમે 15 ઑગસ્ટની સવારે સફળતાપૂર્વક માઉન્ટ કાંગ યાત્સે-2 (6,250મીટર)ના શિખર પર ચઢાણ કરીને 78 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીને દેશભક્તિ અને દૃઢતાનું ઉદાહરણ પ્રદાન કર્યું હતું.

તારીખ ૮ ઑગસ્ટના રોજ ટીમના દરેક સભ્યોનું રિપોર્ટિંગ લેહ શહેરમાં કરવામાં આવ્યું હતું.બે દિવસ સુધી હવામાન પરિવર્તનમાં પોતાને ઢાળીને પછી આ શિખર ઉપર ચઢવાની શરૂઆત ૧૦ તારીખ થી થઈ હતી જ્યારે અંતિમ ચઢાણ સ્વતંત્રતા દિવસની વહેલી સવારે શરૂ કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી આવેલા અનુભવી પર્વતારોહકોની ટીમે કઠોર વાતાવરણ અને દુર્ગમ ધરતીનો સામનો કરી તેમના લક્ષ્યમાં સ્થિર રહ્યા હતા.

અને સફળતા સાથે શિખર પર વહેલી સવાર પહોચી ટીમે ગર્વભેર ભારતીય તિરંગો લહેરાવી દેશ દુલારા તિરંગા ને સલામી આપી વંદેમાતરમ અને ભારતમાતાના જય જય કાર સાથે વાતાવરણ દેશભક્તિ મય બનાવ્યું હતું. ”આ ચઢાણ માત્ર શિખર સુધી પહોંચવાની વાત નથી, પરંતુ તે સ્વતંત્રતા અને દૃઢતાના ભાવને ઉજવવાની વાત છે જે આપણા દેશને આગવી ઓળખ આપે છે.” ટીમ એ કહ્યું, હતું કે “માઉન્ટ કાંગ યાત્સે-2 ના શિખર પર, હિમાલયની પૃષ્ઠભૂમિ સામે લહેરાતા તિરંગાને જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવું એ અમારા માટે ગૌરવપૂર્ણ ક્ષણ હતી.

આ સિદ્ધિ ભારતના જજ્બાને સમર્પિત છે અને દરેકને પ્રેરણા આપે છે.” પર્વતારોહકોએ ચઢાણ માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે સતત ૨ મહિનાની દરરોજ ૫ થી ૧૦ કિમી રનિંગ, શારીરિક કસરતો, પ્રાણાયામ ની તાલીમ લીધી હતી. ત્યારબાદ શારીરિક કસોટીના આધારે ૧૨ લોકો પસંદગી પામ્યા હતા. આ સમગ્ર તાલીમ ઇન્વિન્સિબલએન.જી.ઓ દ્વારા આપવામાં આવી હતી. જે ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ & એડવેન્ચર ઓર્ગેનાઇઝેશન છે તેમના દ્વારા ડ્રગ્સના દુષ્પ્રભાવને નાશ કરવા માટે નિરંતર યુવાઓ સુધી ડ્રગ્સ ના પહોંચે તે માટે જાગૃતતા ફેલાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે.

આ યુવાનોએ શીખરની અંતિમ ચઢાણને તેમના ધૈર્ય, સાહસ, સ્થિરતા, અનુભવ, ટીમવર્ક અને દૃઢ ભાવના સાથે સમર્પિત કરી અંતે શિખર સર કર્યું હતું. આ અદમ્ય સાહસમાં જોડાનાર યુવા ટીમમાં મેહુલ દરજી, જસ્મીન પટેલ, કરણ ચાવડા, સૌરભ યાદવ, હર્ષ ઠક્કર, વિપુલ યાદવ, આશિષ માનકર, કીર્તિવર્ધન સિંઘ, ગૌરવ રાઠોડ દ્વારા શિખર સમિટ કરવામાં આવ્યું હતું જ્યારે જય પટેલ, અવનીશ ગજ્જર અને દીપ કેરીવાલા એડવાન્સ બેઝ કેમ્પ (6,000 મીટર) સુધી પહોચ્યા હતા. આમ, આ યુવાનોની અનોખી પહેલ અને સિદ્ધિ પર સમગ્ર ગુજરાતે ગર્વ ની લાગણી અનુભવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લા મેધમહેરથી વાતાવરણ માં ઠંડક પ્રસરી..

પાટણ તા. 20હવામાન વિભાગની આગાહીના પગલે બુધવાર ની રાતથી...

શ્રી પાંચ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાટણનો 36 મોં સ્નેહ મિલન સમારોહ યોજાયો..

સમાજના તેજસ્વી તારલાઓ,દેહદાન કરનાર સ્વજન નાં પરિવારજનો નું સન્માન...

પાટણ જિલ્લામાં આચારસંહિતા ઉલ્લંઘનની c-vigil એપ્લિકેશનમા કુલ 67 ફરિયાદો મળી..

આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદોનું સી-વિજિલ દ્વારા મિનિટોમાં જ નિવારણ...