fbpx

પાટણના પ્રગતિ મેદાન ખાતે પાંચ વર્ષ બાદ દાંડિયા ધમાલ નવરાત્રી મહોત્સવ 2023 નું ભવ્ય આયોજન કરાયું..

Date:

નવરાત્રી મહોત્સવ સ્થળ પર સરકારની ગાઈડ લાઈન મુજબ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી..

માર્વેલ્સ દ્વારા આયોજિત દાંડિયા ધમાલ નવરાત્રી મહોત્સવ 2003 ની માહિતી પ્રદાન કરવા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ..

પાટણ તા. 14
નવરાત્રી મહોત્સવ 2023 નો થનગનાટ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે ત્યારે પાટણ શહેરમાં પ્રગતિ મેદાન ખાતે દાંડિયા ધમાલ નવરાત્રી મહોત્સવ 2023 નું માર્વેલ્સ ગ્રુપ દ્વારા ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. માર્વેલ્સ ગ્રુપ દ્વારા આયોજિત ડાંડીયા ધમાલ નવરાત્રી મહોત્સવ 2023 ની વિસ્તૃત માહિતી પ્રદાન કરવા શનિવારના રોજ આયોજકો દ્વારા પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોની પ્રગતિ મેદાન ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

દાંડિયા ધમાલ ની માહિતી આપતા માર્વેલ્સ ગ્રુપના ભાવેશ ત્રિવેદી,મનોજ પટેલ, મુકેશ પટેલ અને ગૌરવ મોદી દ્વારા જણાવ્યું હતું કે પાંચ વર્ષ બાદ પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતે આયોજિત કરાયેલ નવરાત્રી મહોત્સવ 2023માં સરકારની ગાઈડલાઈન મુજબ ગરબા મહોત્સવ સ્થળ પર ઈમરજન્સી મેડિકલ ટ્રીટમેન્ટની સુવિધા, એમ્બ્યુલન્સ વાન ની સુવિધા,ફાયર ની સુવિધા સહિત રાસ ગરબાની રમઝટ મચાવવા આવતા ખેલૈયાઓની સુરક્ષા માટે લેડીઝ જેન્સ બાઉન્સરો સાથે સિક્યુરિટી સીસી ટીવી કેમેરાઓ, વાહન પાર્કિંગની સુંદર સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

મોરલા ગ્રુપના સથવારે ખેલૈયાઓને દાંડિયા ધમાલમાં સંગીતના શું મધુર સુરો વચ્ચે રાસ ગરબાની રમઝટ મચાવવા અધીરા બનાવાશે.પ્રગતિ મેદાન ખાતે માર્વેલ્સ ગ્રુપ દ્વારા આયોજિત કરાયેલા નવરાત્રી મહોત્સવ 2003 દાંડિયા ધમાલમાં નવે નવ દિવસ માતાજીની ભક્તિ સભર માહોલમાં આરતી સાથે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવાશે.પ્રગતિ મેદાન ખાતે દાંડિયા ધમાલ નવરાત્રી મહોત્સવ 2003 ની માહિતી પ્રદાન કરવા આયોજિત કરાયેલ પ્રેસ કોન્ફરન્સમાં માર્વેલ્સ ગ્રુપના પ્રમુખ ચિરાગભાઈ પ્રજાપતિ, ભાવેશભાઈ ત્રિવેદી,પ્રશાંતભાઈ ઠક્કર, ગૌરવ મોદી, દર્શન રામી, મેહુલ પ્રજાપતિ,અમિત દરબાર સહિતના સભ્યો અને પાટણ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા ના પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

સમીના લાલપુર ગામેથી જુગાર રમતા ચાર શખ્સો એલસીબી ના હાથે ઝડપાયા …

પાટણ તા. ૧૨પાટણ શહેર અને જીલ્લામાંથી પ્રોહી-જુગાર લગતની ગે.કા....

દુધારામપુરા ગામના હ્રદય સ્થાનમાં રામનવમીના પવિત્ર દિવસે ભગવાન શ્રી રામ બિરાજમાન થતા આનંદ છવાયો..

#દુધારામપુરા ગામના હ્રદય સ્થાનમાં #રામનવમીના પવિત્ર દિવસે ભગવાન શ્રી #રામ બિરાજમાન થતા આનંદ છવાયો.. ~ #369News