પાટણ તા. ૧૮
પાટણ જિલ્લામાં ૧૫મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ ખાતે પણ ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી.
ડાયટ કોલેજના પ્રિન્સિપાલ પિંકીબેન રાવલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે ડાયટ કોલેજના તાલીમાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો તેમજ વક્તવ્ય રજૂ કર્યા હતા. આ સ્વાતંત્ર્ય પવૅ ની ઉજવણી પ્રસંગે ડાયટ કોલેજના ડો.મહેશભાઈ સોંલકી, સરકારી બુનિયાદી શાળાના શિક્ષકો તથા ડાયટ કોલેજના તાલીમાર્થીઓ સહિત શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.