google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ માતરવાડી માગૅ પર થી પસાર થતી પેટ્રોલ ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઊઠી..

Date:

પાટણ તા. ૧૯
પાટણ હાઇવે માર્ગ ઉપર થી પસાર થતા ગેસ કીટ આધારીત અને ગેસકીટ વગરના વાહનોમાં અવાર
નવાર આગ લાગવાની ઘટનાઓ સર્જાતી હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતાં હોય છે. ત્યારે રક્ષાબંધન ના પવિત્ર દિવસે ખીમાણા ગામનો પરિવાર પોતાની કાર લઈને કુણધેર ચુડેલ માતાના દશૅન કરી પરત ખિમાણા જઈ રહ્યા હતા ત્યારે પાટણ માતરવાડી માર્ગ પર કોઈ કારણસર તેઓની ચાલુ કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા અફડા તફડી મચી જવા પામી હતી.

જોકે માતરવાડી ગામના પાદર પાસે કારમાં લાગેલી આગની ઘટનાની જાણ પાટણ નગરપાલિકાના કોર્પોરેટર આશાબેન દરબારના પતિ શૈલેષ સિંહ ને થતા તેઓએ તાત્કાલિક ગ્રામજનો સાથે ઘટના સ્થળે પહોંચી કારમાં સવાર પરિવારને હેમ ખેમ બહાર કાઢી પાટણ નગર નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરી કારમાં લાગેલી આગને ડોલો વડે પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગને ગ્રામજનોના સહકાર થી ઓલવવામા સફળતા મેળવતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.

જોકે કારમાં લાગેલી આગ ની ઘટના મામલે પાટણ ફાયર વિભાગને જાણ કરી હોવા છતાં ફાયર વિભાગ
ના કર્મચારીઓ ફાયર ફાઈટર લઈને ઘટના સ્થળે અડધો કલાક ઉપરના સમય થવા છતાં સ્થળ ન પહોંચતા ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગને ઓલવી હતી. તો મોડે મોડે પહોચેલ પાલિકા ફાયર વિભાગ ના કમૅચારી ઓ સમયસર ધટના સ્થળે ન પહોચતા અને ઉલ્ટા ચોર કોટવાલ કો દંડે તેવો વ્યવહાર કરતાં પાલિકા ના ફાયર સ્ટાફ ની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષ પદે જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. ૨૫જિલ્લા સેવા સદન ખાતે ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરની...