પાટણ તા. ૧૯
કોલકત્તામાં ડોક્ટર યુવતી, ઉત્તરાખંડની યુવતી તેમજ પાટણમાં સાત વર્ષની બાળા પર તાજેતરમાં જ થયેલા બળાત્કાર અને હત્યા જેવા પીશાચી કૃત્યોને વખોડી કાઢવા તેમજ સમાજમાં આવા બનાવો બનતા અટકે તે હેતુથી પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલે બિન રાજકીય કેન્ડલ માર્ચ નું શનિવારે સાંજે આયોજન કર્યું હતું.જેમાં મોટી સંખ્યામાં પાટણના નગરજનો જોડાયા હતા.
કોલકતામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ આચરી હત્યાનો બનાવ બનતાં ચકચાર મચી છે. જ્યારે ઉત્તરાખંડ માં પણ એક યુવતી પર બળાત્કાર કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી.આ ઉપરાંત તાજેતરમાં પાટણમાં શ્રમિક પરિવારની ફુલ જેવી કુમળી બાળાને હવસખોરે પિંખી નાખી હતી.
ત્યારે આ રીતે સમાજમાં વધી રહેલી દુષ્કર્મની પીશાચી ઘટનાઓ અટકે તેમજ સાચા અર્થમાં રામરાજ્ય સ્થપાઈ અને સમાજમાં જાગૃતિ આવે તે હેતુથી અને ભોગ બનનાર ના આત્માને શાંતિ મળે તે હેતુથી પાટણમાં ધારાસભ્ય ડો.કિરીટ પટેલ દ્વારા બિન રાજકીય કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું .
આ કેન્ડલ માચૅ ત્રણ દરવાજા થી નીકળી બગવાડા દરવાજા સંપન્ન થઈ હતી. આ કેન્ડલ યાત્રા માં પાટણ શહેરના નગરજનો, સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓ જોડાઈ હતી.અને આવી જ ધન્ય ધટનાને સખ્ત શબ્દોમાં વખોડી હતી.
અહેવાલ યશપાલ સ્વામી