fbpx

પાટણની કતપુર પ્રા.શાળાના શિક્ષિકા ડો.હેમાંગી બેન પટેલની રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરાઈ..

Date:

પાટણ તા. ૨૦
દર વર્ષે પાંચમી સપ્ટેમ્બર “શિક્ષક દિન” તરીકે ઉજવણી કરવામાં આવે છે.જેમાં તાલુકા,જિલ્લા અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરી તેમનું એવોર્ડથી સન્માન કરવામાં આવે છે. આ વર્ષે 2023 -24 રાજ્યકક્ષા એ પ્રાથમિક વિભાગ માટે પાટણ ની કતપુર પ્રાથમિક શાળા ના શિક્ષિકા ડૉ. હેમાંગીબેન વાલજીભાઈ પટેલની પસંદગી થતાં પાટણ જિલ્લાના શિક્ષણ આલમમાં ખુશી જોવા મળી રહી છે. આગામી 5 સપ્ટેમ્બર ડો. રાધાકૃષ્ણ સર્વપલ્લીજી ના જન્મદિવસે તેઓને ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એવોર્ડથી સન્માનિત કરાશે.

ડૉ.હેમાંગીબેન પટેલ શિક્ષકોના મોટા સંગઠન એવા શૈક્ષીક મહાસંઘના રાજ્યકક્ષાના પ્રાંત મહિલા મંત્રી તરીકેની પણ મહત્વની જવાબદારી અદા કરી રહ્યા છે.તો માનવ અધિકાર સંગઠનમાં પણ પાટણ જિલ્લા ના મહિલા કન્વીનર તરીકે મહત્વની તેઓ સેવાઓ આપી રહ્યા છે. સાથે સાથે તેઓ પાટણ જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને શાળાઓ તથા મહાશાળાઓ તેમજ પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજના વિકાસ કાયૅ મા હમેશાં તત્પર રહી કાયૅ કરી રહ્યા છે.

તેઓનું ગત તા. 11 ઓગસ્ટ 2024 ના રોજ બ્રહ્મ સમાજ મહેસાણા દ્વારા ગાંધી નગર વેદ ઇન્ટર નેશનલ પબ્લિક સ્કૂલમાં આયોજિત કાર્યક્રમ મા વિદ્યો તેજક શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ થી પણ સન્માનિત કરવામાં આવેલ હતાં. ઉલ્લેખનીય છે કે ડૉ. હેમાંગી બેન પટેલની શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રવૃત્તિઓની નોંધ લઈ રોટરી ક્લબ પાટણ દ્વારા પણ તેઓને વર્ષ 2023-24ના નેશન બિલ્ડર (રાષ્ટ્ર નિર્માતા) શ્રેષ્ઠ શિક્ષક તરીકે પણ સન્માન પ્રાપ્ત થયું છે.

કતપુર પ્રાથમિક શાળા કુણઘેર સી.આર.સી માં આવતી હોઇ હાલના સીઆરસી મૌલિકભાઈ પટેલ તથા પૂર્વ સીઆરસી કો-ઓર્ડીનેટર ડૉ.મધુસુદન
ભાઈ ઠક્કર સહિત વિવિધ શૈક્ષણિક સામાજિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ડોક્ટર હેમાંગીબેન પટેલની પસંદગી થવા બદલ ખુશી વ્યકત કરી અભિનંદન તથા ભવિષ્યની વિશેષ પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પરિણીત મહિલાઓના બખ્ખા: મળશે પૂરા 6 હજાર રૂપિયા, સરકારે કરી જાહેરાત

પરિણીત મહિલાઓના બખ્ખા: મળશે પૂરા 6 હજાર રૂપિયા, સરકારે કરી જાહેરાત ~ #369News

પાટણમાં બહુચર્ચિત દિક્ષિતા ધીવાળા આત્મ હત્યા કેસમાં પોલીસે કુલ 32.166 તોલા સોનુ અને 1.92 કિ.ગ્રા.ચાંદી રિકવર કર્યું..

પાટણમાં બહુચર્ચિત દિક્ષિતા ધીવાળા આત્મ હત્યા કેસમાં પોલીસે કુલ 32.166 તોલા સોનુ અને 1.92 કિ.ગ્રા.ચાંદી રિકવર કર્યું.. ~ 369News

અંબિકા શાક માર્કેટના શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે લઘુરુદ્ર યજ્ઞ યોજાયો..

અંબિકા શાક માર્કેટના શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે લઘુરુદ્ર યજ્ઞ યોજાયો.. ~ #369News