fbpx

પાટણવાડા ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજનો વડાલી દોલતરામ બાપુ આશ્રમ ખાતે સમૂહ યજ્ઞોપવિત યોજાયો..

Date:

પાટણ તા. 20
ભાઈ બહેન ના પવિત્ર બંધન નું પર્વ એટલે રક્ષા બંધન આ પવિત્ર દિવસે પાટણ સ્થિત પાટણવાડા ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજનો યજ્ઞોપવિત કાર્યક્રમ વડાલી ખાતે પરમ પૂજ્ય સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમ ખાતે ભક્તિ સભર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. રક્ષાબંધન બળેવોત્સ પ્રસંગે 60 બ્રાહ્મણોએ સમૂહમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે યજ્ઞોપવિત બદલી પરંપરા નિભાવી હતી.

પાટણ થી સ્પેશ્યલ લક્ઝરીઓ અને પ્રાઇવેટ વાહનો મારફતે 150 જેટલા બ્રહ્મ સમાજના સભ્યો પરિવાર સાથે વડાલી ખાતે પરમ પૂજ્ય સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમ ખાતે પહોંચ્યા હતા જયાં તમામ ભૂદેવ પરિવાર માટે આશ્રમ પરિવાર દ્વારા સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી. 60 જેટલા ભૂદેવોએ પોતાની પરંપરા અનુસાર આચાર્ય જીગ્નેશભાઈ દવે સહિત ના બ્રાહ્મણોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સમૂહમાં યજ્ઞોપવિત બદલી હતી.

આશ્રમ તરફથી પરિવારજનોને ફરાળી તેમજ બિન ફરાળી અલ્પાહાર ની વ્યવસ્થા કરાઈ હતી.
યજ્ઞોપવિત બાદ આશ્રમ સંકુલ ખાતે પ્રફુલભાઈ દવે ના અધ્યક્ષ સ્થાને મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના પ્રમુખ અમૃતલાલ મહેતા એ યજ્ઞોપવિત કાર્યક્રમમાં સાથ અને સહકાર આપનાર સંત શ્રી દોલતરામ મહારાજ તેમજ તેમના સેવકગણનો આભાર વ્યક્ત કર્યો હતો. ભોજન દાતા અનિલભાઈ રાવલનું આ તબક્કે સન્માન કરાયું હતું.

આ પ્રસંગે પ્રફુલભાઈ દવે, દીપકભાઈ રાવલ, દુષ્યંત
ભાઈ રાવલ અને રાજુભાઈ રાવલે યથાશક્તિ દાન જાહેર કર્યું હતું. કાર્યક્રમનું સુંદર સંચાલન હસમુખ ભાઈ દવે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા અશ્વિનભાઈ પંડ્યા, મુકેશભાઈ પંડ્યા, વિરેશભાઈ વ્યાસ, હર્ષદભાઈ જાની, અમૃતલાલ ડી મહેતા અને લાભશંકર જોશી સહિત નાઓએ ભારે જહેમત ઉઠાવી યજ્ઞોપવિત સહિત ના કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
સૌ પરિવારજનોએ વડાલી થી અંબાજી તેમજ મગરવાડા ખાતે દર્શન કરી પરત પાટણ ફયૉ હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના NGES કેમ્પસ માં આ વર્ષથી નવીન કોલેજ MSc (CA & IT) શરૂ કરવામાં આવશે…

પાટણ તા. ૧૮નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી પાટણ સંસ્થા જે...