fbpx

પાટણની ધારપુર હોસ્પિટલ માં છેલ્લા ચાર દિવસથી વિજળી ફોલ્ટ સજૉયો:જનરેટર પણ બંધ છે..

Date:

ઉનાળાની ગરમી માં સેકાતા દર્દીઓ, સગા સંબંધીઓ સહિત હોસ્પિટલ સ્ટાફ પરિવાર..

હોસ્પિટલના ડીન દ્વારા વિદ્યુત વિભાગ ને જાણ કરવા છતાં આજ દિન સુધી ફોલ્ટ મળ્યો નથી..

પાટણ તા. 19
ધારપુર હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસથી લાઈટ આવ જાવ કરી રહી છે જેના કારણે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા દર્દીઓ અને તેમના પરિવારજનો સહિત હોસ્પિટલના કર્મચારીઓ આવી કાળઝાળ ગરમી માં તોબા પોકારી ઊઠ્યા છે.તો લાઈટ આવ જાવ કરતી હોવાના કારણે દર્દીઓના એક્સ રે સહિત ની ઈલેક્ટ્રોનિક તબીબી સુવિધાઓ ખોરવાતાં અને ધારપુર હોસ્પિટલમાં જનરેટર પણ બંધ હોવાના કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

ધારપુર હોસ્પિટલમાં છેલ્લા ચારેક દિવસથી ઈલેક્ટ્રીક ઉપકરણોની ઊભી થયેલી દુવિધા બાબતે હોસ્પિટલના સત્તાધીશોનું અનેક વખત ધ્યાન દોરવા છતાં આજ દિન સુધી પરિસ્થિતિ નું નિરાકરણ નહીં આવતા લોકો આવી કાળજાળ ગરમીમાં મુશ્કેલી વેઢવા મજબૂર બન્યા છે.

આ બાબતે ધારપુર હોસ્પિટલ ના ડિન ડો. હાર્દિક શાહ એ જણાવ્યું હતું કે છેલ્લા 4 દિવસ થી 11થી 4 સુધી દિવસ દરમિયાન લાઈટ અવન જવાન થાય છે અમે વિધુત વિભાગને જાણ કરી છે પરંતુ હજુ સુધી કોઈ ફોલ્ટ મળ્યો નથી ત્યારે ઓપરેશન સમયે લાઈટ જાય તો ગંભીર સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિ નું નિમૉણ પણ ઉભું થાય તેમ હોય તો ધારપુર હોસ્પિટલમાં જનરેટર પણ બંધ હોવાનું તેઓએ જણાવી વિધુત વિભાગ દ્વારા તાત્કાલિક ફોલ્ટ સોધી તાત્કાલિક નિરાકરણ લાવે તેવી આશા તેઓએ વ્યકત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ માં ધો.10 ના હિન્દી વિષયનાં પેપરમાં મોબાઈલ માથી કોપી કરતો વિધાર્થી ઝડપાયો…

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન...

યુનિવર્સિટી દ્વારા પીએચડી પ્રવેશ પરીક્ષા નો બે તબક્કા માં પ્રારંભ કરાયો…

કુલ 29 વિષયોની પરીક્ષાઓ બે ફેબ્રુઆરી સુધી માં લેવાશે.. પાટણ...