આચાર્ય રીશીતા એ ધો. ૧૦ મા ૯૯.૫૯ પીઆર મેળવી બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યુ…

પાટણ તા. ૧૪
પાટણ તળ ઔ. સહસ્ત્ર બ્રહ્મ સમાજના અગ્રણી ભાવેશકુમાર અરૂણભાઈ આચાર્યની સુપુત્રી ચિ. આચાર્ય રીશીતાબેન ભાવેશકુમાર કે જેને પાટણની શેઠ બી.એમ. હાઇસ્કૂલના ટોપ ટેન વિદ્યાર્થીઓમાં ધોરણ-૧૦ માં ૯૯.૫૯ પીઆર અને ૯૫.૫% ગુણ મેળવી સમગ્ર પાટણના બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે.

આચાર્ય રીશીતા ની સિધ્ધી બદલ શાળા પરિવાર સહિત પાટણ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તેમજ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મે. ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિત સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, પાટણ જિલ્લા એ શુભેચ્છા પાઠવી ઉચ્ચ કારકિર્દી માટે ની કામના વ્યકત કરી હતી વેલ ડન રીશીતા વેલ ડન…