પાટણ તા. 20
વર્ષ 1945 માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્થાપિત પીપલ્સ એજ્યુકેશન સોસાયટી મુંબઈના ઉપક્રમે પાટણ જિલ્લાના સમી ખાતે ડો.કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી પૂર્વ પેનલ સ્પીકર લોકસભાના સુચારુ માર્ગદર્શન હેઠળ અતી આધુનિક ભવ્ય શૈક્ષણિક સંકુલ નિર્માણ થાય તે માટે સમાજના યુવાન સામાજિક કાર્યકર ભીખાભાઈ મોતીભાઈ પરમારે સમી ખાતે તેમની ખુદની માલિકીની જમીન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના પૌત્ર આનંદ રાજ આંબેડકર ચેરમેન શ્રી પીપલ્સ એજ્યુકેશન સોસાયટી મુંબઈને દાન આપી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના શિક્ષણ કાર્યને આગળ વધારવા માટે ખૂબ જ પ્રશંસનીય સેવાકીય કાર્ય કર્યું હોય તેઓની આ સેવા પ્રવૃતિને ડો. કિરીટભાઈ સોલંકી સહિતના ઓએ પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા અને સમાજ અને શિક્ષણ પ્રત્યે તેઓની સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી