fbpx

અસલી સોનાની માળા સસ્તા ભાવે આપવાનું કહી પિતળના મણકાવાળી માળા પધરાવનાર બે શખ્સો ને SOG ટીમે દબોચ્યા..

Date:

એકટીવા સહિત રૂ. 2.10 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી..

પાટણ તા. 20 પાટણમાં એક વ્યક્તિને સોનાની માળા સસ્તા ભાવે આપવાની લાલચ આપી પિત્તળના મણકા વાળી માળા પધરાવી છેતરપીંડી કરનારા બે શખ્સોને પાટણ એસઓજી.ટીમે ઝડપી લઇ એકટીવા સાથે રૂપિયા 2.10 લાખનો મુદ્દામાલ હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓએ વણશોધાયેલ મિલક્ત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ તંત્રને કરેલ સુચના અનુસંધાને પાટણ એસ.ઓ.જી પીઆઈ આર.જી.ઉનાગર નાઓના માર્ગદર્શન હેઠળ એકશન પ્લાન બનાવી એસઓજી ની ટીમ કામગીરીમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે કતપુર થી ખાનસરોવર તરફ જતાં રોડ ઉપર એક એક્ટીવા નં.જી.જે.23.ડી એસ.2336 નું લઇ બે ઇસમો કતપુર થી પાટણ તરફ આવે છે જે બન્ને ઇસમો લોકોને વિશ્ર્વાસમાં લઇ ઓછી કિંમતમાં સોનાના દાગીના આપવાની લાલચ આપી છેતરપીંડી કરવાની ટેવવાળા છે જે હકીકત આધારે વોચ ગોઠવી બન્ને ઇસમોને ઝડપી તેઓની પાસેનું એકટીવા કિ. રૂ. 80 હજાર અને રોકડ રૂ.1.30 લાખ મળી કુલ કિં.રૂ.2.10 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓની પુછપરછ કરતાં તેઓએ જણાવેલ કે આજથી આશરે એક મહીના પહેલાં પાટણ અનાવાડા દરવાજા ખાતે ભવાનભાઇ ઠાકોર નામના વ્યક્તિને સોનાના મણકાવાળી માળા આપવાનું કહી તેઓને વિશ્ર્વાસમાં લઇ તેઓની પાસેથી રૂ.1.30 લાખ લઇ પિતળ ના મણકાવાળી માળા આપી તેઓની સાથે છેતરપીંડી કરી હોવાનું જણાવ્યું હતું તો આ બાબતે ભોગ બનનાર દ્રારા પાટણ સીટી એ ડીવી. પો.સ્ટે ગુન્હો રજી. કરાવ્યો હોવાનું જાણવા મળતા બન્ને ઇસમો ને ગુન્હામાં ગયેલ 100% મુદ્દામાલ સાથે પકડી પાડી વધુ તપાસ સારૂ પાટણ સીટી એ ડીવી પો.સ્ટે ખાતે સોંપવામાં આવતા પોલીસ તપાસ દરમ્યાન આરોપીઓએ પોતાના નામ સલાટ અમરતભાઇ ઉર્ફે મનોજભાઇ ભીખાભાઇ રણછોડભાઇ ઉ.વ.37 રહે-નાનીકડી પ્રાથમિકશાળા પાસે તા કડી જી મહેસાણા અને સલાટ વિનોદભાઇ ઉર્ફે પિયુષભાઇ ભીખાભાઇ રણછોડભાઇ ઉ વ.25 રહે નાનીકડી પ્રાથમિક શાળા પાસે તા કડી જી મહેસાણા વાળાઓ હોવાનું જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ તાલુકા પંચાયત પ્રમુખ ઉપ-પ્રમુખ ની ચુંટણી મા ભાજપ નો ભગવો લહેરાયો..

પ્રમુખ પદે લલીબેન રબારી અને ઉપપ્રમુખ પદે સોનલબેન ઠાકોર...

પાટણમાં મુસ્લિમ સમાજ દ્રારા તાજીયા ઝુલુસ અંતગૅત બનાવવામાં આવતા કલાત્મક તાજીયા અને ધોડાઓને આખરી અપાયો..

પાટણ તા. ૧૪મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર તાજીયાને હવેગણતરીનાં દિવસો...

જુનામાકા – ખાખડી માગૅ પરની નમૅદા કેનાલમાં ટ્રેક્ટર ખાબકતા માસુમ બાળકીનું મોત નીપજ્યું..

નાણાં ગામના દેસાઈ પરિવારની લગ્નની ખુશી માતમમાં છવાઈ.. પાટણ તા....

અઘાર ખાતે પ્રધાનમંત્રી ની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં લખપતિ કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમમાં ઉપસ્થિત અને વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર બહેનોને પ્રમાણપત્ર...