પાટણ તા. 22
પાટણ થી દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તળ દરજી સમાજનો શ્રી લોહેશ્વર મહાદેવ પગપાળ યાત્રા સંઘ શાંતિપૂર્ણ રીતે અને ભક્તિ મય માહોલમાં શ્રી લોહેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે પહોંચી પૂજા અર્ચના સાથે મંદિર શિખર પર ધજા લહેરાવી હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવી પોતાની મનોકામના પરિપૂર્ણ થયાની ધન્યતાઓ અનુભવી હતી.
આ પ્રસંગે શ્રી લોહેશ્વર મહાદેવ પગપાળા યાત્રા સંઘના સંઘવી સુરેશકુમાર નાનાલાલ દરજી બોનટોન પરિવાર દ્વારા શ્રી લોહેશ્વર મહાદેવ મંડળના પ્રમુખ તરીકે તળ દરજી સમાજ ના યુવા ઉત્સાહી અને સેવાભાવી સાથે પ્રદેશ ભાજપ મીડિયા સેલના સભ્ય તરીકે અને પાટણ જિલ્લા ભાજપ મિડિયા સેલના કન્વીનર ની જવાબદારી નિભાવી રહેલા જયેશભાઈ દરજી અને તળ દરજી સમાજ ના પ્રમુખ તરીકે રાજુભાઈ દરજીનું સન્માન કરી શ્રી લોહેશ્વર પગપાળા યાત્રા સંઘના આયોજનને સફળ રીતે પરિપૂર્ણ કરવા બદલ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.