fbpx

ચાણસ્મા 108 ની ટીમે પ્રસવ પીડા ભોગવતી ખીમિયાણા ની મહિલાની એમ્બ્યુલન્સ માં જ નોમૅલ ડિલિવરી કરાવી..

Date:

પાટણ તા. 22
ગુજરાત સરકાર દ્વારા વિના મૂલ્યે ઇમર્જન્સીના સમયે કાર્યરત કરાયેલ 108 એમ્બ્યુલન્સ ની સેવા જરૂરિયાત મંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા 108 ની ટીમ દ્વારા પ્રસવપીડા ભોગવી રહેલી ખીમીયાણા ગામની મહિલાની એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી માતા અને બાળકને નવજીવન બક્ષતા ચાણસ્મા 108 ની ટીમનો મહિલાના પરિવારજનો સહિત સગા સંબંધીઓએ આભાર પ્રગટ કર્યો હતો.

પાટણ જિલ્લાના ખીમિયાણા ગામ માં રહેતા લક્ષ્મીબેન રોહિત ભાઈ ચમાર ને પ્રસુતિ નો અસહ્ય દુઃખાવો ઉપડતા 108 નો સંપર્ક કરતા ચાણસ્મા 108 ઈએમટી વિજેન્દ્ર ડોડિયા અને પાયલોટ પ્રવીણ ઠાકોરે તાત્કાલિક ધટના સ્થળ પર પહોંચી દર્દી ને તપાસતા તેનું અમેનોટયુક ફૂલઈડ લીકેજ થયી ગયેલ હોય ડિલિવરી નો અસહ્ય દુઃખાવો ચાલુ જ હોય તેણીને પાટણ હોસ્પિટલ ખસેડવા માંટે એમ્બ્યુલન્સમાં લેતાં અને રસ્તા મા અસહ્ય પ્રસવ પીડા ઉપડતાં 108 એમ્બ્યુલન્સ ને રોડ સાઇડ માં ઉભી રાખી પાયલોટ અને ઈએમટી દ્રારા હેડ ઓફિસ રહેલા ટીમ નો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મુજબ મહિલાની એમ્બ્યુલન્સ માં જ નોમૅલ ડિલિવરી કરાવી સ્થળ પર જરૂરી સારવાર આપી માતા અને બાળક બંનેનો જીવ બચાવી બન્ને વધુ સારવાર અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતાં મહિલાના પરિવારજનો સહિત સગા સંબંધી સૌએ ચાણસ્મા 108 ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

સંખારી ગામની પાણી ની સમસ્યાને દુર કરવા તાલુકા વિકાસ અધિકારી એ રૂબરૂ મુલાકાત કરી..

સંખારી ગામની પાણી ની સમસ્યાને દુર કરવા તાલુકા વિકાસ અધિકારી એ રૂબરૂ મુલાકાત કરી.. ~ #369News