fbpx

અયોધ્યા માં ભગવાન શ્રી રામ લલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવ ની મીનળપાકૅ સોસાયટીના રહીશો દ્વારા ઉજવણી કરવામાં આવી.

Date:

પાટણ તા. ૨૩
ભગવાન રામલલ્લા ના અયોધ્યા મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર ભારત તા. 22 જાન્યુઆરીએ પ્રભુ શ્રીરામના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. અયોધ્યા ખાતે આયોજિત ભગવાન શ્રી રામચંદ્રજીના પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રામ ભક્તો દ્વારા ધાર્મિક કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી.

પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલી મિનળ પાર્ક સોસાયટીના રહીશોએ પણ અયોધ્યા માં ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં સહભાગી થવા વહેલી સવારે પ્રભાત ફેરી, યોગ પ્રાણાયામ, યજ્ઞ, પ્રભુ શ્રીરામના ગુણગાન સાથે ભજન ભક્તિ,ભગવાનની શોભાયાત્રા, હનુમાન ચાલીસા પઠન અને સમૂહ ભોજન પ્રસાદ સાથે રાત્રે રાસ ગરબાની રમઝટ જમાવી મહાઆરતી સાથે પ્રસંગની ઉજવણી કરી હતી.

અયોધ્યા માં ભગવાન શ્રી રામચંદ્રજીના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને મીનળપાર્ક સોસાયટી દ્વારા આયોજિત કરાયેલા વિવિધ કાર્યક્રમોને સફળ બનાવવા રહીશોએ જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં 12 વર્ષના બાળ શ્રમયોગીને બાળ મજૂરી નાબુદ ટાસ્ક ફોસૅ ટીમ દ્વારા મુક્ત કરાવાયો..

પાટણમાં 12 વર્ષના બાળ શ્રમયોગીને બાળ મજૂરી નાબુદ ટાસ્ક ફોસૅ ટીમ દ્વારા મુક્ત કરાવાયો.. ~ #369News

પાટણના નવીન બની રહેલા આઇકોનિક બસ સ્ટેશનની મુલાકાત લેતા ડો.રાજુલ દેસાઈ..

પાટણના નવીન બની રહેલા આઇકોનિક બસ સ્ટેશનની મુલાકાત લેતા ડો.રાજુલ દેસાઈ.. ~ #369News