google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા વિખુટા પડેલ પરિવાર નું મિલન કરાવતા પરિવાર ગદગદીત થયો..

Date:

પાટણ તા. ૧૫
ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને મહિલા અને બાળ અધિકારી પાટણના માર્ગદર્શન હેઠળ “સખી” વન સ્ટોપ સેન્ટર કાયૅરત બનાવવામાં આવ્યું છે આ સેન્ટર મારફતે પાટણ જીલ્લાની પીડિત મહિલાઓને એકજ છત્ર નીચે કાયદાકીય સહાય, તબીબી સહાય પોલીસ સહાય, હંગામી ધોરણે પાંચ દિવસ માટે આશ્રય અને મનોવૈજ્ઞાાનિક કાઉન્સેલિંગ સરળતાથી મળી રહે તે હેતુથી “સખી” વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે.

ત્યારે ૦૪/૦૪/૨૦૨૪ રોજ “સખી” વન સ્ટોપ સેન્ટરમાં મદદ માટે આવેલ બેન પોતે પુખ્તવયના હોઇ અને બેને પ્રેમલગ્ન ૧૧ વર્ષ અગાઉ કરેલા, અને આ લગ્નથી બેનને ૩ દિકરીઓ છે જેમાં એક દિકરીને લઇને બેન એક મહિના અગાઉ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયેલ હોવાથી પોતાના ઘરેથી હૈદરાબાદ પોતાના પિયર ના ઘરે કોઇને જાણ કર્યા વિના નીકળી ગયેલ. અને તેમના સાસરીપક્ષ ના લોકો આ બંને ગુમ થયાની અરજી આપેલ જેની પોલિસ દ્રારા એક માસથી શોધખોળ ચાલુ હતી જ્યારે બેન હૈદરાબાદ પોતાના પિયરના સભ્યોની શોધખોળ કરવા રોકાયેલા પરંતુ તેમના પિયરના લોકોની ભાળ ન મળતાં.

તે સમય દરમિયાન તેમની દિકરી તેના પપ્પા અને દાદા-દાદી અને બહેનો ને ખુબજ યાદ કરતી હોવાથી બેન “સખી” વન સ્ટોપ સેન્ટર પર આવેલ અને બેન લાબા સમયથી ઘર છોડી નિકળી ગયેલ હોવાથી બેન ખુબજ ગભરાયેલ હોઇ અને સામાજિક રીતે લોકોના ડરથી ઘરે કેમ જવુ? એવા બધા વિચારો કરી ને ડરી ગયેલ બેન ને આશ્રય આપી તેવોની તબીયત સારી ના હોય તેઓનું મેડિકલ કરાવી, કાઉન્સેલિંગ કરી પોલીસ ને જાણ કરી ત્યારબાદ “સખી” વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ વડે બેનના સાસરી વાળા ને બોલાવવા મા આવેલ બેન નો પરીવાર અને બન્ને દીકરી માતા/વહુ ને હેમખેમ જોઈ આનંદીત થયેલ અને બન્ને પક્ષ કારો ને સાથે બેસાડીને કાઉન્સેલિંગ કરી બન્ને પક્ષકાર નું સુખદ સમાધાનકરી બેનનું તેમના પરિવાર સાથે પુનઃસ્થાપન કરાવતા બેન નો પરીવાર અને બન્ને દીકરી માતા/વહુ ખુશી ખુશી પરત પોતાના ઘરે લઈ ગયેલ અને સખી વન સ્ટોપ સેન્ટર નો અને સ્ટાફ નો આભાર વ્યકત કરેલ હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના વોર્ડ નંબર 10 વિસ્તારમાં પાણીની મુખ્ય પાઇપ લાઇનમાં ભંગાણ સજૉતા રહીશો પાણી માટે ટળવળીયા …

પાલિકા પ્રમુખે ટેન્કર મારફતે પાણીની સુવિધા પૂરી પાડી ભંગાણ...

પાટણ બગવાડા દરવાજા સ્થિત મણિભદ્ર હાઇટ્સ ખાતે પાંચ દિવસીય ગણેશ મહોત્સવ નો પ્રારંભ..

બિલ્ડર દિલીપભાઈ પટેલ સહિત વેપારીઓએ શ્રી ની પુજા-અચૅના અને...

પિતા સમાન કાકાને કાંધ આપી અંતિમ સંસ્કાર કરતી ડો.જાનકી પંડ્યા..

પાટણ તા. ૧૬પાટણ જિલ્લાના એક ખાનગી ન્યૂઝ ચેનલમાં જિલ્લા...