google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ સાયન્સ સેન્ટર ખાતે 8 જિલ્લાના 18 તાલુકાની 52 શાળાઓના 2588 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરી..

Date:

પાટણ તા. 29
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ચંદ્રયાન-3 મિશન ની એ ઐતિહાસિક સફળતા ને ઉજવવા માટે ભારત સરકાર દ્વારા જાહેર રાષ્ટ્રીય અવકાશ દિવસની દસ દિવસીય ઉજવણી કરવામાં આવી હતી.

દસ દિવસના આ કાર્યક્રમમાં ગુજરાતના 8 જિલ્લાઓ પાટણ,મહેસાણા,બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,ગાંધીનગર, મહિસાગર, પંચમહા ના 18 તાલુકાની 52 શાળાઓના 2120 વિદ્યાર્થીઓ, 187 શિક્ષકો અને 281 જાહેર જનતા 281 મળીને કુલ 2588 સહ ભાગી ઓએ ભાગ લીધો હતો.

સાયન્સ સેન્ટર દ્વારા કુલ 93 વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અવકાશવિજ્ઞાન આધારિત 16 વૈજ્ઞાનિક-શો (બ્રહ્માંડની ઉત્પત્તિ, મંગળનું અન્વેષણ, તારાઓનું જીવનચક્ર, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વગેરે), અવકાશ વિજ્ઞાનના સંદર્ભમાં 40 વર્કશોપ (ડ્રોન, રોબોટિક્સ, હાઇડ્રો પોનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, પ્રકાશીય ઉપકરણ વગેરે), પ્રસિદ્ધ વૈજ્ઞાનિકના યોગદાનને ઉજાગર કરતી 12 ડોક્યુમેન્ટરી-શો (ડૉ. વિક્રમ સારાભાઈ, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, કલ્પના ચાવલાનું જીવન વગેરે), અવકાશ વિજ્ઞાનના રહસ્યો પર 10 વૈજ્ઞાનિક ચર્ચા, ભારતની અવકાશ સિદ્ધિઓ અને તેનું ભવિષ્ય ની થીમ પર 5 સ્પર્ધાઓ (સ્પેસ ક્વિઝ, ડ્રોઈંગ, નિબંધ લેખન, વક્તૃત્વ અને મોડેલ મેકિંગ), અવકાશ વિજ્ઞાનની વાસ્તવિકતા અને કલ્પનાની ઉડાન થીમ પર 10 વૈજ્ઞાનિક કવિતા-શો, વગેરેનો સમાવેશ થાય છે.

ગુજકોસ્ટ ગાંધીનગર અને ભારતીય માનક બ્યુરો-
અમદાવાદ ના સહયોગ થી 23 ઓગસ્ટ 2024ના રોજ પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. જેમાં વિવિધ વૈજ્ઞાનિક પ્રવુતિઓ સાથે ઇસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટરના નિવૃત્ત વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી ભગીરથ માંકડ ની “ભારતીય અવકાશના ઇતિહાસ” પર નિષ્ણાત ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાયન્સ સેન્ટર ના પ્રોજેક્ટ ડાયરેકટર ડો.સુમિત શાસ્ત્રી એ કવિતા ના માધ્યમ થી ચંદ્રયાન ની સફળતાની ગાથા વ્યક્ત કરી હતી જેનાથી સહભા
ગીઓએ અવકાશ વિજ્ઞાનની અનોખી દુનિયામાં આગળ વધવા માટે પ્રેરિત થયા હતા.

વિવિધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર સાથે ડ્રોન અને ગગનનોટથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. પાટણ સાયન્સ સેન્ટર આ પ્રકારના કાર્યક્રમો થકી આગામી પેઢીના અવકાશ રસિકો અને બાલ વૈજ્ઞાનિકોને પ્રેરણા આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિ.માં ફુલપતિના મુદ્દા અંગે કારોબારી બેઠકનું અધ્યક્ષ પદ મુકેશભાઈ પટેલે સંભાળ્યું…

પાટણ તા. ૧૪પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારી સમિતિની...

પાટણ ની બોમ્બે મેટલ શાળામાં શ્રી કૃષ્ણ ના જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી..

પવિત્ર પ્રસંગે જાયન્ટ્સ પાટણ દ્રારા શાળા પરિવાર ને ૧૨...

યુનિ સંલગ્ન સ્નાતક કોલેજોમાં સેમ-1 મા ઓનલાઇન પ્રવેશ માટે અરજી કરવાનો આજે અંતિમ દિવસ…

પાટણ તા. ૨૭પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાલુ...