પાટણ તા. ૨૯
દેશભરમાં હાલ સાયબર ક્રાઇમ અને તેને લગતા બનાવો સતત વધી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ આવે તેના માટે કેન્દ્ર અને રાજ્ય ના ગૃહ વિભાગ દ્વારા સતત જાગૃતિના પ્રયાસો હાથ ધરાયા છે અને સાયબર સેમિનાર પણ યોજી વિદ્યાર્થી ભાઈ-બહેનોને જાણકારી અપાઇ રહી છે
પાટણ અને ગુજરાત ને ગૌરવ અપાવતો એક સાયબર વિષય પર સેમિનાર દિલ્હીમાં ગત રોજ યોજાયો જેમાં ફેકલ્ટી એક્સપર્ટ તરીકે પાટણ ના અને હાલ અમદાવાદ સાઇબર એક્સપર્ટ તરીકે કામ કરતા પાર્થો અલ્કેશ પંડ્યા એ 350 જેટલા યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓને આ વિષય પર પ્રેક્ટીક્લ, પ્રેઝન્ટેશન, અને સાયબરની સમજ આપતો પરિસંવાદ આપ્યો હતો.
હાલના સમય માં એથીકલ હેકિંગ, તેમજ હેકર્સ દ્વારા લોકો સાથે કરવામાં આવતી છેતરપિંડી સામે કેવી રીતે સજ્જ બનવું તેમજ ફેંક કોલ્સ, પ્રત્યે સજાગ રહેવું સાઇબર ક્રાઇમ કરતા હેકરો ઓન
લાઇન અને સોશિયલ મીડિયા થકી ફસાવવા માટે તમારું બ્રેઈન વોશ કેવી રીતે કરતા હોય છે
અને આવા સાયબર એટેક થી આપણે આપના ડેટા સુરક્ષિત કેવી રીતે રાખવા તેમજ તમારા મોબાઈલ સેલ ફોન માં રહેલ ડેટા ને કોઈ સાથે સેર નહી કરવા અને સાયબર એટેકસહિત વિવિધ બાબતોથી બચવા માહિતી આપી પરિસંવાદ બાદ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરી કરી હતી.
કેન્દ્ર સરકારના એક વિભાગ દ્વારા દિલ્હીની Institute of information technology & Management ઇન્સ્ટિટ્યૂટ (આઈ આઈ ટી એમ ) જનકપુરી ના મધ્યસ્થ હોલમાં સાયબર સેમિનાર નું આયોજન થયું હતું.
આ સેમિનારમાં ઉપસ્થિત રહેવા પાર્થો પંડયા ને સાયબર એક્સપર્ટ તરીકે આમંત્રણ હતું અને પાટણ ગુજરાત ના એક ગુજ્જુ સાઇબર એક્સપર્ટ એ દિલ્હીના હિન્દી,ઈંગ્લીશ માધ્યમના 350 જેટલા વિદ્યાર્થીઓને સાયબર વિશે જાણકારી આપી સ્ટેજ ઉપરથી હેકિંગ ના ડેમોસ્ટ્રેશન માં કેટલાક વિદ્યાર્થીઓના સેલ ફોન હેક કરી બતાવ્યા હતા જોકે એમનો ડેટા સુરક્ષિત હતો.
આ કોલેજ ના ડીન દિવ્યાર્થ શિશોદિયા દ્વારા પાર્થો અલ્કેશ પંડ્યા ને ટુ વે ફેર, સારી હોસ્પિટાલીટી પૂરી પાડવામાં આવી હતી. હાલ પાર્થો અલ્કેશ પંડ્યા ગુજરાત યુનિવર્સિટીમાં એડહોક ધોરણે વિદ્યાર્થી
ઓને સાયબર તાલીમ આપી રહ્યા છે.
અહેવાલ યશપાલ સ્વામી