પાટણ તા. ૩૦
પાટણ શહેરનાં સ્ટેશન રોડ ઉપર સૌથી વધુ ધમધમતી હેડ પોસ્ટ ઓફિસની આગળ ૨૪ કલાક ખડકાયેલા રહેતી શાકભાજીની લારીઓ અને વાહનોનાં ખડકલાનાં કારણે પોસ્ટ ઓફિસનાં કામકાજ માટે આવતાં સેંકડો ગ્રાહકોને પોસ્ટ ઓફીસમાં આવવા અને બહાર નિકળવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હેડ પોસ્ટ ઓફીસનાં પ્રવેશદ્વાર આગળ જ વાહનો અને લારીઓ આડેધડ ગોઠવાઈ જતી હોવાથી વૃધ્ધ અને અશક્ત ગ્રાહકોને પોસ્ટ ઓફીસમાં જવા માટે પોતાનાં વાહન પાર્કિંગ માટે જગ્યા શોધવી પડે છે.
ને પાર્કિંગ અર્થે જગ્યા ન મળે તો તે પણ ગમે ત્યાં જગ્યા દેખાય ત્યાં વાહન ઉભુ કરી દેતાં હોવાથી આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. અહીં અગાઉ વારંવાર વાહનો અને લારીઓને હટાવવામાં આવી છતાં પરિસ્થિતિ યથાવત બની જાય છે. આ સ્થિતિને કાયમી ધોરણે સુધારવા માટે પાટણ હેડ પોસ્ટ ઓફિસનાં પોસ્ટ માસ્તર દેવરાજભાઇ પટેલે યોજાયેલી ડાક ચોપાલમાં ફરિયાદ કરીને આ વાહનો અને લારીઓનાં જમેલાને દૂર કરવા માટે નગરપાલિકાને રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી