fbpx

ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે આયોજિત 53 મી રથયાત્રા ના સફળ આયોજન બદલ રથયાત્રા ના કન્વીનર ને સન્માનિત કરાયા..

Date:

પાટણ તા. ૧૨
પાટણ શહેરના શ્રી જગન્નાથ ભગવાન મંદિર પરિસર ખાતે બિરાજમાન ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે આયોજિત કરાયેલી 53 મી રથયાત્રાના આયોજનને સફળ બનાવવા અથાગ પ્રયત્ન કરનાર શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિ ના કન્વીનર અને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ પાટણ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના ઉત્સાહી પ્રમુખ પિયુષભાઈ આચાર્યનું શ્રીપરશુરામ જન્મોત્સવ ઉત્સવ સમિતિ અને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા ભગવાન જગન્નાથ અને ભગવાન પરશુરામજીના સાનિધ્યમાં સાલ અને બુકે થી સન્માન કરી ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે આયોજિત 53 મી રથયાત્રાના આયોજનની સરાહના કરવામાં આવી હતી.

આભાર નો પ્રત્યુતર પાઠવતા પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે કોઈપણ ધર્મ કાર્ય નિસ્વાર્થ ભાવે કરવામાં આવે તો તેને સફળતા અવશ્ય પ્રાપ્ત થતી હોય છે. મોર હમેશા તેના પિછા થી રળિયામણો લાગે છે તેમ કોઈપણ કાર્યની સફળતા પાછળ ટીમ વર્ક જરૂરી છે. અને ભગવાન શ્રી પરશુરામજી ના જન્મોત્સવ નિમિત્તે આયોજિત 53 મી રથયાત્રાના આયોજન માં પણ રથયાત્રા સમિતિના સભ્યો સહિત જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણની ખભે ખભો મિલાવીને કામ કરવાની ભાવના આ રથ યાત્રાને સફળ બનાવવામાં મહત્વની બની હોવાનું તેઓએ જણાવી પોતાનું સન્માન કરવા બદલ સૌનો સહ્દય આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સિધ્ધપુર હાઇવે માર્ગ પર કમલીવાડા નજીક ગરમીના કારણે અશક્ત હાલતમાં પડેલ વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યો..

પાટણ સિધ્ધપુર હાઇવે માર્ગ પર કમલીવાડા નજીક ગરમીના કારણે અશક્ત હાલતમાં પડેલ વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યો.. ~ #369News

પાટણ યુનીવસિટી ખાતે ઉમાશંકર જોશી વ્યાખ્યાન માળા યોજાઈ..

પાટણ તા. ૧પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટીના બોર્ડ...

પાટણ સહિત ત્રણજિલ્લા માથી રૂા.૫૦ લાખનાં ‘કારગીલ ફંડ’ કાંડના પાંચ પૈકી ચારનાં આગોતરા નામંજૂર કરતી કોટૅ..

પાટણ તા. ૭પાટણનાં એડવોકેટ પંકજ.બી.વેલાણી દ્વારા તાજેતરમાં પાટણ કોર્ટનાં...