google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણની એસબીઆઇ બેન્ક ની મુખ્ય શાખામાં સીનીયર સીટીઝન ગ્રાહકો માટે લિફ્ટ ની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઈ…

Date:

પાટણ તા. ૧૭
પાટણ શહેરની એસબીઆઇ બેન્ક ની મુખ્ય શાખામાં સિનિયર સિટીઝન ગ્રાહકો માટે બેંક દ્વારા લીફટની વ્યવસ્થા કાર્યરત બનાવવામાં આવતા સિનિયર સિટીઝન ગ્રાહકોએ બેંકની આ સુવિધા ને સરાહનીય લેખાવી હતી.
પાટણ શહેરમાં વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલ મુખ્ય SBI બેંક શાખામાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન ગ્રાહકો આવતા હોય બેંકમાં પ્રવેશ માટે 10 થી વધુ પગથિયાં વાળી ઊંચી સીડીઓ હોય સીનીયર સીટીઝન ગ્રાહકોને આ સીડીઓ ચડવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી.

જે અંગે ગ્રાહકો દ્વારા શાખામાં રજૂઆત કરતા અંતે બેંક દ્વારા સીનીયર સીટીઝનો માટે સ્પેશિયલ સીડી ઓમાં લિફ્ટ ફીટ કરવામાં આવી છે.જેમાં સીનીયર સીટીઝનો બેસીને આરામથી ઉપર અને ઉપરથી નીચે આવી શકે છે. આ લિફ્ટ શરૂ કરી દેવામાં આવતા હવે સિનિયર સિટીઝનોને બેંકમાં આવવા જવામાં પડતી મુશ્કેલી દૂર થઈ હોય આરામથી કામ અર્થે અવર જવર સીનીયર સીટીઝન ગ્રાહકો કરી શકતા હોવા થી સિનિયર સિટીઝન ગ્રાહકોએ બેંકની આ લિફ્ટ સુવિધા ની કામગીરીને સરાહનીય  લેખાવી  હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ લોકસભા પ્રભારી એ સાતેય વિધાનસભાનો પ્રવાસ કરી જિલ્લા ભાજપ કાયૉલય ખાતે બેઠક યોજી..

પાટણ લોકસભા પ્રભારી એ સાતેય વિધાનસભાનો પ્રવાસ કરી જિલ્લા ભાજપ કાયૉલય ખાતે બેઠક યોજી.. ~ #369News

પાટણના સુજનીપુર ગામે વોકળામાં પાણી પીવા ગયેલા 14 વર્ષના ત્રણ બાળકો ડુબ્યા..

સ્થાનિક તરવૈયાઓ અને પાલિકાની ફાયર રેસ્ક્યુ ટીમે ત્રણેય માસુમ...