પાટણ તા. ૩૦
પાટણ શહેરનાં એક નોકરી વાંચ્છુ યુવાનને નોકરી અપાવવાની લાલચ આપીને યુવાનનાં નામનાં ખોટા બનાવટી નોકરીનાં ઓર્ડર અને મેરીટ લીસ્ટનાં દસ્તાવેજો બનાવી તે દસ્તાવેજો ખોટા અને બનાવટી હોવાનું જાણતા હોવા છતાં પાટણનાં દિપ મોદી નામનાં વ્યક્તિએ તા. ૨૭- ૮-૨૦૨૩ થી તા. ૧૦-૫-૨૪નાં સમયગાળામાં તેનો ખરા તરીકે ઉપયોગ કરીને આ યુવાન અને તેની માતાને વોટ્સએપ પર મોકલી ને તેઓને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી કુલે રૂા. ૮ લાખની રકમ ચેકથી મેળવી લઈને યુવાન અને તેની માતા સાથે છેતરપીંડી આચરી હોવાના આક્ષેપ કરતી ફરિયાદ યુવાનની માતા રાખી બેન દેવેન્દ્રકુમાર જોશી રે. લાલ ભાઈ પાર્ક સોસાયટી, ગાયત્રી મંદિર રોડ પાટણે નોંધાવતાં પોલીસે દિપ મોદી રે. પાટણ વાળા સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણનાં દીપ મોદીએ નોકરીની લાલચ માં આવેલા સાવન જોશીની માતા પાસેથી રૂા. ૮ લાખનાં ચેકો લીધા ને ખોટી ભરતીની જાણ કરી છેતર્યા અંગેની વિગતો એવી છે કે, પાટણના ઉપરોક્ત સ્થળે રહેતા અને ખાનગી નર્સીંગ હોમ માં નર્સ તરીકે ફરજ બજાવતા રાખીબેન જોશીનાં દિકરા સાવને એમ. એસ સી., બી. એડ્. સુધીનો અભ્યાસ કરેલો હોવા થી ને સરકારી નોકરીની તૈયારી કરતો હોવાથી ૧૦ મહિના પૂર્વે સાવન જોશીને પાટણનાં દિપ મોદી સાથે પરિચય થતાં દિપ મોદી કે જેઓ લોકોને અલગ અલગ વિભાગ માં નોકરી અપાવવા લાગવગ ધરાવતા હોવાથી તે પ્રમાણેની ઓળખ આપતાં સાવન જોશીને નોકરીની જરુરીયાત હોવાથી તે દિપ મોદીનાં સંપર્કમાં આવતાં દિપ મોદીએ સાવનનાં ફોન ઉપર તા. ૨૭-૮-૨૪નાં રોજ ઓ એન જી સી માં જાહેરાત પડી હોવાનું ને અલગ અલગ ભરતીઓ કરવાની હોવાનું ભરતીનું લીસ્ટ મોકલીને વોટ્સએપ મેસેજ કરી આ ભરતી નથી પણ કાયદેસર સેટીંગથી ભરતી થશે.
તેમ જણાવતાં સાવને તે બાબતે તેની માતા રાખીબેનને નોકરીની જાહેરાત અંગે જણાવતાં અને બે ત્રણ દિવસ પછી દિપ મોદીએ રાખીબેનનાં ઘેર જઈને અમદાવાદ ઓએનજીસીમાં ભરતી પડી હોવાનું ને રૂા. ૫૩,૫૦૦ નો પગાર હોવાનું જણાવી ભરતી માટેનો ભાવ રૂા. ૧૩ લાખ હોવાનું જણાવી એડવાન્સ માં રૂા. ૬ લાખ આપવાનાં તેમજ બીજા પૈસા પહેલો પગાર થયા પછી આપવાનાં તેવું દિપ મોદીએ રાખીબેન અને સાવન ને જણાવતાં નોકરી ની લલચામણી ઓફરની જાહેરાતમાં લલચાઈ જતાં સાવન ને ૧૦૦ ટકા નોકરી મળી જવાનો વિશ્વાસ આપતાં
આ સેટીંગ માટે દિપ મોદીએ ત્યાંનાં કોઈ વિજય શ્રીમાળી ને પૈસા આપવા માટે સેટ કર્યુ હોવાનું જણાવતાં દીપ મોદીને રાખીબેને સ્ટેટબેંકની પાટણ શાખાનો રૂા.૧.૫૦ લાખનો ચેક તા. ૨૨-૯-૨૩ નાં રોજનો દિપ મોદીને આપતાં તે રકમ દિપ મોદીએ તા. ૨૫- ૯ -૨૩ નાં રોજ ઉપાડી લેતાં રાખીબેન ને વિશ્વાસ પડયો હતો કે, સાવનને ઓ એન જી સી માં નોકરી અપાવી દેશે ત્યારબાદ તેઓએ કુલ રૂ. ૮ લાખ ની રકમ ચેક દ્વારા દિપ મોદીને આપી હતી. પરંતુ ઓએનજીસી ની નોકરી પોતાના પુત્ર બાબતે ની સત્ય હકીકત રાખીબેન જાણતાં તેઓએ દિપ મોદી વિરુદ્ધ કાયદેસર ની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી